ગઢડા વિધાનસભા બેઠકમાં દાવેદારોનો રાફડો ફાટ્યો વિધાનસભા બેઠક માટે ભાજપ દ્વારા સેન્સ પ્રક્રિયા શરૂ સ્થાનિકને ભાજપ પસંદગી કરે તેવી દાવેદારોની માંગ
બોટાદ જિલ્લાના ગઢડા 106 વિધાનસભા બેઠક માટે ગઢડામાં આવેલ પીટીસી કોલેજ ખાતે ભાજપના નિરીક્ષકો રચના મંત્રી કુબેર ડિડોર પૂર્વ મંત્રી ઈશ્વર પરમાર અને પૂર્વ પ્રદેશ ભાજપ મંત્રી નીરૂબેન કાબરીયાએ સેન્સ પ્રક્રિયા હાથ ધરી હતી ગઢડા વિધાનસભા બેઠક પર વર્ષોથી બહારના લોકોને પક્ષ પસંદગીની કરે છે ત્યારે 2022 ની વિધાનસભાની ચૂંટણીમાં પક્ષ સ્થાનિક ને પસંદગી કરે તેવી દાવેદારોએ માંગ કરી હતી જ્યારે ગઢડા વિધાનસભા બેઠક પર 15 થી 20 જેટલા દાવેદારોએ દાવેદારી નોંધાવી હતી આમ ગઢડા વિધાનસભા બેઠક પર દાવેદારો નો રાફડો ફાટ્યો છે.
બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.