માળીયા હાટીના રઘુવંશી સમાજ લાલઘૂમ ડો. ચગ પરિવારને ન્યાય મળે તે માટે આપ્યું આવેદન પત્ર - At This Time

માળીયા હાટીના રઘુવંશી સમાજ લાલઘૂમ ડો. ચગ પરિવારને ન્યાય મળે તે માટે આપ્યું આવેદન પત્ર


ગિરસોમનાથના વેરાવળમાં નામાંકિત તેમજ નાતજાતના ભેદભાવ રાખ્યા વગર અને ગરીબોના બેલી ડોક્ટર અતુલભાઈ ચગના અચાનક આપઘાતથી સમગ્ર પંથકમા ખરા પરંતુ સમગ્ર ભારત તેમજ સમગ્ર ગુજરાતમાં ચકચાર મચી ગઈ છે. ત્યારે આજરોજ જુનાગઢના માળીયા હાટીના લોહાણા સમાજ દ્વારા ડો. અતુલભાઈ ચગના રહસ્યમય મૃત્યુ અંગે ન્યાયીક અને તટસ્થ ઝડપી તપાસ થાય અને દોષિતોને તાત્કાલિક અસરથી પકડવામા આવે તેવી માંગ સાથે આવેદન માળીયા હાટીના મામલતદાર મારફત મુખ્ય મંત્રીશ્રીને આપવામાં આવ્યુ. આ તકે લોહાણા મહાજન સમાજ અને લોહાણા યુવક મંડળના આગેવાન અને બહોળી સંખ્યામાં જ્ઞાતિજનો હાજર રહી આ અંગે તાત્કાલિક પગલા લઇ જે પણ ગુનેગારો છે તેની નિષ્પક્ષ તપાસ કરી દોષિતોને કડકમાં કડક સજા થાય અને ડો. અતુલભાઈ ચગના પરીવારને ઝડપી ન્યાય મળે તેવી આક્રોશ માંગ સાથે આવેદન પત્ર આપી કરાઈ રજુઆત

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.