શહેરા ૧૨૪ વિધાનસભાના ઉમેદવાર જેઠાભાઈ ભરવાડ નો જંગી લીડથી વિજય
શહેરા વિધાનસભા બેઠક પર જેઠાભાઇ ભરવાડે ૪૭૦૯૬ મતની જંગી લીડ મેળવતા છઠ્ઠી ટર્મ માટે ધારાસભ્ય પદે જીત મેળવી, જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ખાતુભાઈ પગીની થઈ હાર ભાજપના કાર્યકરો તેમજ તાલુકાની પ્રજામાં ભારે ઉમંગ અને ઉત્સાહ જોવા મળ્યો હતો અને ઠેર-ઠેર ફટાકડા ફોડી જેઠાભાઇ ભરવાડનું સ્વાગત કરી જીતની ખુશી મનાવી હતી.
ગુરૂવારના રોજ સમગ્ર ગુજરાત રાજ્યમાં વિધાનસભા સામાન્ય ચૂંટણીની મતગણતરી હાથ ધરાઇ હતી, જેને લઇને એક પછી એક બેઠકનું પરિણામ બહાર આવતા કહી ખુશી કહી ગમ જેવો માહોલ સર્જાયો હતો, ત્યારે પંચમહાલ જિલ્લાની સૌથી મહત્વની ગણાતી ૧૨૪-શહેરા વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર જેઠાભાઈ ભરવાડ અને કોંગ્રેસના ઉમેદવાર ખાતુભાઈ પગી વચ્ચે રસાકસીનો ચૂંટણી જંગ જામ્યો હતો, જેને લઇને આ બંને ઉમેદવારોમાંથી કોની જીત થશે તે માટે સૌ કોઈની મીટ મંડાઈ હતી, ત્યારે આજે છબનપુર ઇજનેર કોલેજ ખાતે ૨૨ રાઉન્ડમાં શહેરા બેઠકની મતગણતરી શરૂ થતાં પહેલાથી જ સારા એવા મતોની સરસાઇ સાથે ભાજપના ઉમેદવાર જેઠાભાઈ ભરવાડ આગળ રહ્યા હતા ત્યારે આખરે શહેરા બેઠક પર ફરી એકવાર ભાજપનું કમળ ખીલ્યું છે, અને છેલ્લા પાંચ ટર્મ થી ધારાસભ્ય પદે ચૂંટાઈ આવતા જેઠાભાઈ ભરવાડે બાજી મારી છઠ્ઠી ટર્મ માં પ્રવેશ કર્યો છે. શહેરા બેઠક ભાજપના ઉમેદવાર જેઠાભાઇ ભરવાડને ૧૦૭૦૮૨ મત મળ્યા હતા જ્યારે તેમના હરીફ કોંગ્રેસના ઉમેદવાર ખાતુભાઈ પગીને ૫૯૯૭૬ મત મળતાં ૪૭૦૯૬ મતની જંગી લીડ સાથે જેઠાભાઈ ભરવાડની જીત થઈ હતી, જેને લઇને છબનપુર ખાતેથી જેઠાભાઇ ભરવાડના સમર્થકો દ્વારા તેમનું વિજય સર્ઘષ કાઢવામાં આવ્યું હતું,જેમાં મોટી સંખ્યામાં દ્વી ચક્રીય તેમજ ચાર સક્રિય વાહનો સાથે ભાજપના કાર્યકરો સહિત તાલુકાની પ્રજા વિજય સર્ઘષમાં જોડાઈ હતી અને છબનપુર થી શહેરા અને ત્યાંથી ચાંદલગઢ ખોડીયાર મંદિર સુધી ઠેર-ઠેર લોકો દ્વારા ફટાકડા ફોડી ભારે ઉમંગ અને ઉત્સાહભેર ઢોલ નગારા તેમજ ડી.જે.ના તાલે કાર્યકરો તેમજ મતદારોએ જેઠાભાઈનું સ્વાગત કર્યું હતું.તો બીજી તરફ જેઠાભાઇ ભરવાડે જંગી બહુમતીથી ચુંટણી લાવવા બદલ શહેરા મતવિસ્તારના મતદારોનો આભાર માની અધૂરા રહેલા કામો પૂર્ણ કરવાની વાત કરી હતી.
રિપોર્ટ વિનોદ પગી
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.