ગાંધીજીના ગોપાલગ્રામ આગમન ના ૧૦૦ વર્ષ અમરેલી જિલ્લા માટે ગૌરવનો દિવસ - At This Time

ગાંધીજીના ગોપાલગ્રામ આગમન ના ૧૦૦ વર્ષ અમરેલી જિલ્લા માટે ગૌરવનો દિવસ


ગાંધીજીના ગોપાલગ્રામ આગમન ના ૧૦૦ વર્ષ

અમરેલી જિલ્લા માટે ગૌરવનો દિવસ

અમરેલી ગાંધીજીના ગોપાલગ્રામ આગમન ના ૧૦૦ વર્ષ અમરેલી જિલ્લા માટે ગૌરવનો દિવસ
જ્યારે બ્રિટીશ શાસનનો સૂરજ મધ્યાહને તપતો હતો ત્યારે મોટાભાગના રજવાડા અંગ્રેજી અફસરો અને એજન્ટોના ઈશારે ચાલતાં હતાં ત્યારે કાઠિયાવાડ વિસ્તારનાં નાનાં એવાં રજવાડાનાં અડગ મનના રાજા એટલે દરબાર ગોપાળદાસ દેસાઈએ અંગ્રેજ હુકુમત સામે સ્વાધીનતા માટે મક્કમતાથી અવાજ ઉઠાવેલો. બધાં પોતાની ચામડી બચાવતા હતાં ત્યારે ગાંધીજીના આહ્વાનને ધ્યાને લઈ સ્વતંત્રતા ચળવળ અંતર્ગત ફાળો ઉઘરાવવા લીમડી-વઢવાણ ખાતે યોજેલી સભામાં હાજરી આપી હતી અને મિત્રોની મનાઈ છતાં ફાળામાં રોકડના બદલે સોનાનું અમૂલ્ય યોગદાન આપ્યું હતું. જોળીમાં આવેલ આ અનોખા મૂલ્યવાન અનુદાનથી ગાંધીજી ખૂબ પ્રભાવિત થયાં હતાં અને કિંમતી દાન આપનારને મંચ સમક્ષ આવવા વિનંતી કરી હતી ત્યારે સામાન્ય માણસની જેમ છેલ્લે બેઠેલાં રાજવી ખૂલીને આગળ આવ્યાં હતાં, ગાંધીજીએ તેમનો પરિચય કરાવ્યો અને સભા સમક્ષ ગળે લગાવી "ધન્ય છે દરબાર સાહેબ" એમ કહી પીઠ થાબડી હતી. આમ ગાંધીજી ઢસા (હાલનું ગોપાલગ્રામ)ના પ્રજાવત્સલ રાજવી દરબાર ગોપાળદાસ દેસાઈનાં રાષ્ટ્રપ્રેમથી પ્રભાવિત થયાં અને દરબાર સાહેબ ગાંધીનાં સત્ય, સાદગી, સમરસતાના સિદ્ધાંતો અને સ્વાધિનતા માટે સત્યાગ્રહી ઝનૂનથી ગાંધી રંગે રંગાયા.
બન્ને મહામાનવો વચ્ચે અદ્ભુત તાદાત્મ્યને કારણે સન ૧૯૨૫ની ૭મી એપ્રિલે ગાંધીજી ધારી તાલુકાના ચલાળા નજીક આવેલાં ઢસા ગામમાં પધારેલા, દરબાર ગોપાળદાસ દેસાઈ સાથે પ્રજાજનો દ્વારા ગામમાં તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવેલું, જેને ખબર મળી એ સૌ ગાંધીજીને જોવા ઉમટી પડ્યાં હતાં. ઢસાનાં દરબાર ગઢમાં લીમડા નીચે ગાંધીજીએ સભા ભરી ઊમટેલાં માનવ મહેરામણને સંબોધન કર્યું હતું. આ પંથકમાં સ્વતંત્રતા ચળવળ માટે જાણે ઇંધણ પુરૂ પાડ્યું હતું. સ્વતંત્રતાની લડત માટે થનગનતા યુવાનો અને જનમેદની ગોપાળદાસ માટે ગર્વ અનુભવતી હતી. આમ, આઝાદીનાં ઈતિહાસમાં અનોખું સ્થાન ધરાવતાં ખોબા જેવડાં ગામમાં સાગર જેવડું ઐ કાર્ય થયું હતું. આજે એક શતક પછી પણ એ તારીખ-તવારીખની યાદ આપતો લીમડો દરબાર ગઢમાં છે. એ વખતની વાતો અને વાતાવરણનાં સાક્ષીભાવે અનુભવી વડીલો વરિષ્ઠ આગેવાન શંભુબાપા વાડદોરિયા, ચુનીભાઈ, જીતુભાઈ ગલચર, નિવૃત શિક્ષકો ચંપકભાઈ ધકાણ, લાલજીભાઈ સોલંકી વગેરે ગૌરવ અનુભવતા ગદગદ થાય છે આલેખન વિપુલ ભટ્ટી

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image