ભારતની જીતનો ક્રિકેટપ્રેમીઓએ રાજકોટમાં જન મનાવ્યો
પાકિસ્તાનમાં રમાયેલી ચેમ્પિયન ટ્રોફીની દુબઈમાં રમાયેલી ન્યૂઝીલેન્ડ સામેની ફાઈનલમાં ભારત 4 વિકેટથી જીતી જતાં સમગ્ર દેશની સાથે રાજકોટમાં પણ ક્રિકેટપ્રેમીઓએ ભવ્ય ઉજવણી કરી હતી. રવિવારનો દિવસ હોવાથી બપોર બાદ ક્રિકેટપ્રેમીઓ ટીવી સ્ક્રીન સામે ગોઠવાઈ ગયા હતા. રવિન્દ્ર જાડેજાએ 49મી ઓવરના છેલ્લા બોલે વિજયી ચોગ્ગો ફટકાર્યો તેની સાથે જ રાજકોટમાં ક્રિકેટપ્રેમીઓ ટુ-વ્હીલર અને કારમાં તિરંગા ઝંડા સાથે નીકળી પડ્યા હતા, કેટલાક ગ્રુપ તો ડીજે લઈને નીકળ્યા હતા અને ભારતીય ટીમને બિરદાવી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે
