સુરેન્દ્રનગર એસ.ઓ.જી. પોલીસ ટીમ દ્વારા ગાંજા નું વાવેતર પકડાયું. - At This Time

સુરેન્દ્રનગર એસ.ઓ.જી. પોલીસ ટીમ દ્વારા ગાંજા નું વાવેતર પકડાયું.


સુરેન્દ્રનગર એસ.ઓ.જી.પી.આઈ.બી.એચ.શીગરખીયા ને બાતમી મળેલ કે પ્રભુભાઇ હરખાભાઇ કોળી દ્વારા જોબાળા ગામની સીમમા કરમડ ગામના માર્ગે આવેલ પોતાના કબજા ભોગવટાની વાડીમાં કપાસ જેવા પાક ની આડમાં ગેરકાયદેસર ગાંજાનાં છોડનું વાવેતર કરેલ છે.આ ગાંજાના છોડ તેઓએ વેચાણ માટે વાવેલ છે જે બાતમી આધારે હકિક્તવાળી જગ્યાએ રેઈડ કરી આરોપી પાસેથી ગેરકાયદેસર લીલા ગાંજાના છોડ નંગ-૧૦ જથ્થો જેનો વજન ૨૮ કિલો ૬૦૦ ગ્રામ કિ.રૂ.૨,૮૬,૦૦૦/-સાથે પકડી પાડી કેસ શોધી કાઢી ધોરણસર અટક કરી યુડા પોલીસ સ્ટેશન ખાતે ગુનો રજીસ્ટર કરાવી આગળ ની કાર્યવાહી શરૂ કરી હતી.

આરોપી ને પકડવામાં એસ.ઓ.જી.પી.આઈ. બી.એચ.શીગરખીયા, PSI એન.એ.રાયમા, ASI અનિરૂધ્ધસિંહ મહિપતસિંહ, HC અશ્વિનભાઇ ઠારણભાઇ, HC અરવિંદસિંહ દિલુભા ઝાલા, HC અનિરૂધ્ધસિંહ અભેસંગભાઈ ખેર, HC અમરકુમાર કનુભા, PC અનિરૂધ્ધસિંહ ભરતસિંહ ઝાલા, PC બળદેવસંગ અમરસંગ ડોડીયા PC મુનાભાઈ નાનજીભાઇ, PC રવિરાજભાઇ મેરૂભાઇ, PC અશ્વીનભાઈ કરશનભાઈ વાઘેલા, PC હસમુખભાઇ ભોપાભાઇ વસવેલીયા દ્વારા કામગીરી કરવામાં આવી હતી.

રિપોર્ટર : રણજીતભાઈ ખાચર
સાયલા, જી, સુરેન્દ્રનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image