કચ્છના ભૂકંપગ્રસ્તોના વણઉકેલ્યા તમામ પ્રશ્નોને પ્રથમ પ્રાધાન્ય આપી ઉકેલ લાવવાની પ્રતિબધ્ધતા દશાર્વતા પ્રભારી મંત્રીશ્રી પ્રફુલભાઇ પાનશેરિયા
ધારાસભ્યોશ્રી તથા જનપ્રતિનિધિઓ દ્વારા મુકાયેલા વીજળી, પીવાના પાણી, ખેડૂતોના પ્રશ્નો, રસ્તા, દબાણ સહિતના પ્રશ્નો ઉપર વહિવટીતંત્રને તત્કાલ કાર્યવાહી કરવા પ્રભારીમંત્રીશ્રીની તાકીદ
૦૦૦૦
ભુજ, ગુરૂવાર
સંસદીય બાબતો, પ્રાથમિક, માધ્યમિક, પ્રૌઢ શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણ રાજ્યકક્ષાના મંત્રીશ્રી તથા પ્રભારીમંત્રીશ્રી પ્રફુલભાઇ પાનશેરીયાએ આજરોજ ભુજ કલેકટર કચેરી ખાતે વહિવટીતંત્ર સાથે સમીક્ષા બેઠક યોજી હતી.
બેઠકમાં ધારાસભ્યોશ્રીના પ્રશ્નો સાંભળવા સાથે વિવિધ વિભાગની કામગીરીની સમીક્ષા કરી હતી. કચ્છમાં ધરતીકંપ સંલગ્ન તમામ વણઉકેલાયેલા પ્રશ્નોના ઉકેલ માટે રાજય સરકાર કટિબધ્ધ હોવાથી તત્કાલ તમામ જરૂરી વિગતો સાથે લેખિતમાં માહિતગાર કરવા પ્રભારીમંત્રીશ્રીએ અધિકારીશ્રીઓને જણાવ્યું હતું. તેમજ ભૂકંપગ્રસ્તોના તમામ પડતર પ્રશ્નો રાજય સરકાર ઉકેલશે તેવી ખાત્રી આપી હતી.
આજની બેઠકમાં અબડાસા ધારાસભ્યશ્રી પ્રદ્યુમ્નસિંહ જાડેજાએ પીવાના પાણી, વોટર શેડના કામ, વાસ્મો અંતર્ગતના કામો, ખેડૂતોને વીજ કનેકશનમાં મેળવવા પડતી મુશ્કેલી, નખત્રાણા નગરપાલિકાના પ્રશ્નો, યાત્રાધામ વિકાસ તથા દયાપર કોલેજ સંલગ્ન પ્રશ્નો રજૂ કર્યા હતા. જ્યારે ગાંધીધામ ધારાસભ્યશ્રી માલતીબેન મહેશ્વરીએ અંડર અને ઓવરબ્રિજની કામગીરી, આયોજન મંડળ સંદર્ભના પ્રશ્નો રજૂ કર્યા હતા. અંજાર ધારાસભ્યશ્રી ત્રિકમભાઇ છાંગાએ આ તકે ખાસ નિંગાળના ખેડૂતોનો જમીન પ્રશ્ન, અંજાર બાયપાસ તથા ટ્રાફીકના વર્ષો જૂના પ્રશ્નોને વહીવટીતંત્રે સંવેદનશીલતા સાથે ઉકેલી દેતા સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા. ભુજ ધારાસભ્યશ્રી કેશુભાઇ પટેલે વેટરનરી કોલેજ, કૃષિ કોલેજ, ભુજને મહાનગરપાલિકા બનાવવા, ભુજના રીંગરોડની માલીકી તથા તેને નવા બનાવવા, ભુજ બાયપાસ રોડ સહિતના પ્રશ્નો રજૂ કર્યા હતા.
રાપર મત વિસ્તારમાં ડોકટરની ઘટ્ટ, પીવાના પાણી, ભોજમરી તથા સુવઇ ડેમ યોજના સંદર્ભના પ્રશ્ન રજૂ કરાયા હતા. જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જનકસિંહ જાડેજાએ વીજળી સમસ્યા, નર્મદા કેનાલના કામ સહિતના પ્રશ્નો મુકયા હતા.
બેઠકમાં રજૂ કરાયેલા પ્રશ્નો મુદે પ્રભારીમંત્રીશ્રીએ તમામ સંલગ્ન વિભાગના અધિકારીશ્રીઓ પાસેથી જરૂરી વિગતો જાણીને તત્કાલ ઉકેલની દિશામાં કામગીરી કરવા તાકીદ કરી હતી. પ્રભારી સચિવશ્રી હર્ષદ પટેલ તથા કલેક્ટરશ્રી અમિત અરોરાએ રજૂ કરાયેલા પ્રશ્નો મુદે સંબંધિત વિભાગના અધિકારીશ્રીઓને જરૂરી સૂચનાઓ આપી હતી.
બેઠકમાં જિલ્લા પંચાયત ન્યાય સમિતિના ચેરમેનશ્રી કુંવરબેન મહેશ્વરી, નગરપાલિકાના પ્રમુખશ્રીઓ, તમામ તાલુકા પંચાયત પ્રમુખશ્રીઓ અને અગ્રણી જનપ્રતિનિધિઓએ તથા પૂર્વ કચ્છ એસ.પીશ્રી સાગર બાગમાર, જિલ્લા વિકાસ અધિકારીશ્રી નિકુંજ પરીખ, નિવાસી અધિક કલેકટરશ્રી મિતેશ પંડ્યા, સર્વે પ્રાંત અધિકારીશ્રીઓ અને જિલ્લા વહીવટીતંત્રના તમામ શીર્ષ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ -દિપક આહીર
ભચાઉ કચ્છ
મોં -9909724189
9909724189
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.