સાબરકાંઠા જિલ્લામાં:- ખુન જેવો ગંભીર પ્રકારનો ગુન્હો કરી છેલ્લા સાતેક માસથી નાસતા ફરતા આરોપીને વિજયનગર ખાતેથી પકડી પાડતી સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચ……… —————————————————————————
સાબરકાંઠા જિલ્લામાં:-
ખુન જેવો ગંભીર પ્રકારનો ગુન્હો કરી છેલ્લા સાતેક માસથી નાસતા ફરતા આરોપીને વિજયનગર ખાતેથી પકડી પાડતી સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચ.........
---------------------------------------------------------------------------------
પોલીસ મહાનીરીક્ષક અભય ચુડાસમા ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક વિશાલકુમાર વાઘેલા સાબરકાંઠાનાઓએ સાબરકાંઠા જિલ્લામાં નાસતા ફરતા આરોપીઓને પકડી પાડવા સારૂ સુચન કરેલ..
જે સુચના આધારે એમ.ડી.ચંપાવત,પો.ઈન્સ, એલ.સી.બી.નાઓના માર્ગદર્શન મુજબ બી.યુ.મુરીમા,પો.સ.ઈ. એલ.સી.બી.નાઓની રાહબરી હેઠળ સ્ટાફના પો.કો. રાજેશભાઇનાઓને બાતમી હકીકત મળેલ કે વિજયનગર પો.સ્ટે. એ-પાર્ટ ગુ.ર.નં. ૧૧૨૦૯૦૫૫૨૧૦૮૬૦૮૨૦૨૧ ઈ.પી.કો. કલમ.૩૦૨,૩૦૭, ૧૪૩,૧૪૭,૧૪૮, ૧૪૯,૧૨૦-બી તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબના મર્ડરના ગુન્હાનો આરોપી આશીર્વાદ બાબુભાઈ વડેરા રહે.ધોળાવાવ તા.વિજયનગર જી.સાબરકાંઠા વાળો છેલ્લા સાતેક માસથી નાસતો ફરતો હતો જે વિજયનગર ખાતે આવેલ છે..
જે બાતમી આધારે હે.કો. હરપાલસિંહ તથા પો.કો.નિરીકુમાર તથા ડ્રા.પો.કો.ચંદ્રસિંહનાઓ આરોપીની વોચ તપાસમાં રહી સદરી આરોપીને મોજે વિજયનગર ખાતેથી પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ તપાસ સારૂ વિજયનગર પો.સ્ટે.ખાતે સોપવામાં આવેલ છે.
રિપોર્ટર:-
શાહબુદ્દીન શિરોયા
સાબરકાંઠા....
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.