બોટાદ ખાતે ધો-૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા શાંતિપૂર્વક યોજાઇ તે માટે વિવિધ પરીક્ષા સેન્ટરોના સ્થળ સંચાલકોને તાલીમ અપાઇ
બોટાદ ખાતે ધો-૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષા શાંતિપૂર્વક યોજાઇ તે માટે વિવિધ પરીક્ષા સેન્ટરોના સ્થળ સંચાલકોને તાલીમ અપાઇ
આજરોજ બોટાદની મોડેલ સ્કૂલ ખાતે જિલ્લા શિક્ષણાધિકારી પ્રતિપાલસિંહ ગોહિલની અધ્યક્ષતામાં આગામી સમયમાં યોજાનાર માર્ચ-૨૦૨૪ની બોર્ડની પરીક્ષા શાંતિપૂર્વક તેમજ એખલાસ ભર્યા વાતાવરણમાં યોજાઇ તે માટે બોટાદ જિલ્લા ખાતેના વિવિધ પરીક્ષા સેન્ટરોના સ્થળ સંચાલકો માટે તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું,આ તાલીમમાં જિલ્લા શિક્ષણાધિકારી પ્રતિપાલસિંહ ગોહિલ,ધો.૧૨ના ઝોનલ અધિકારી આઈ.ડી.ઝાપડીયા તેમજ ધો-૧૦ના ઝોનલ અધિકારી એસ.એસ.ચૌધરીએ ધો-૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષામાં તમામ પરીક્ષા કેન્દ્રો ખાતે સુચારુ સંચાલન થાય અને પરીક્ષાર્થીઓ નિર્ભયતાથી,શાંતિપૂર્વક તેમજ એખલાસ ભર્યા વાતાવરણમાં પરીક્ષા આપી શકે તે માટે સુચનો સાથે જરૂરી માર્ગદર્શન પુરું પાડ્યું હતું.તેમજ સ્થળ સંચાલકઓને જરૂરી સાહિત્યનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
રિપોર્ટ અસરફ જાંગડ બોટાદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.