યુક્રેનની સેના રશિયામાં 30 કિમી અંદર ઘૂસી, ધ્વજ ફરકાવ્યો:250 ચોરસ કિમી વિસ્તાર કબજે કર્યો, રશિયાએ કહ્યું- જડબાતોડ જવાબ મળશે - At This Time

યુક્રેનની સેના રશિયામાં 30 કિમી અંદર ઘૂસી, ધ્વજ ફરકાવ્યો:250 ચોરસ કિમી વિસ્તાર કબજે કર્યો, રશિયાએ કહ્યું- જડબાતોડ જવાબ મળશે


યુક્રેનની સેના રશિયાની અંદર 30 કિમી સુધી ઘૂસી ગઈ છે. CNNના રિપોર્ટ અનુસાર, ફેબ્રુઆરી 2022માં યુદ્ધ શરૂ થયા બાદ આ પ્રથમ વખત છે જ્યારે યુક્રેનની સેના રશિયાની અંદર હુમલો કરી રહી છે. શુક્રવાર સુધીમાં, રશિયાએ યુક્રેનિયન સરહદ સાથેનો ઓછામાં ઓછો 250 ચોરસ કિલોમીટરનો વિસ્તાર ગુમાવ્યો છે. યુક્રેનની સેનાનું આગામી લક્ષ્ય રશિયન શહેર સુદજા છે. સોશિયલ મીડિયા પર ઘણા વીડિયો વાયરલ થયા છે જેમાં યુક્રેનના સૈનિકો ઈમારતો પરના રશિયન ધ્વજને હટાવીને તેના સ્થાને તેમના દેશનો ધ્વજ લગાવી રહ્યા છે. રશિયા યુક્રેનના હુમલાને રોકવા માટે શક્ય તમામ પ્રયાસો કરી રહ્યું છે. રશિયાના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું હતું કે તેના સૈનિકોએ ટોલપિનો અને ઓબ્શ્ચી કોલોડ્ઝના રશિયન ગામોમાં યુક્રેનિયન સૈનિકો સાથે લડ્યા હતા. કુર્સ્ક ન્યુક્લિયર પ્લાન્ટ નજીક લડાઈ ચાલી રહી
રશિયાના કુર્સ્ક વિસ્તારમાં છઠ્ઠા દિવસે પણ યુક્રેનિયન હુમલો ચાલુ છે. રશિયાએ 8 ઓગસ્ટે જ આ વિસ્તારમાં ઈમરજન્સી લાદી દીધી હતી. રિપોર્ટ અનુસાર, યુક્રેનની સેનાએ માત્ર 24 કલાકમાં કુર્સ્ક ક્ષેત્રમાં બે મુખ્ય કિલ્લેબંધી લાઈનોને નષ્ટ કરી દીધી, જેને બનાવવામાં રશિયાને અઢી વર્ષથી વધુ સમય લાગ્યો અને 170 મિલિયન ડોલર (લગભગ 14 હજાર કરોડ)થી વધુનો ખર્ચ થયો હતો. રશિયન વિદેશ મંત્રાલયના પ્રવક્તા મારિયા ઝખારોવાએ રવિવારે કહ્યું કે રશિયન સેના તરફથી યોગ્ય જવાબ આપવામાં આવશે. ઝખારોવાએ કહ્યું કે તે યુક્રેનિયનો આતંકવાદી હુમલાની નિંદા કરે છે. તેનો હેતુ રશિયન નાગરિકોને મારવાનો, તેમને ડરાવવાનો અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો નાશ કરવાનો છે. જે વિસ્તારમાં લડાઈ ચાલી રહી છે તે કુર્સ્ક ન્યુક્લિયર પ્લાન્ટ પાસે છે. આ પાવર પ્લાન્ટ રશિયાના સૌથી મોટા પરમાણુ પ્લાન્ટમાંથી એક છે. ઈન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી (IAEA)ના ચીફ રાફેલ ગ્રોસીએ કહ્યું છે કે પરમાણુ દુર્ઘટનાઓને રોકવા માટે પ્રયત્નો કરવા જોઈએ. જો કોઈ અકસ્માત થાય તો તેના ગંભીર પરિણામો આવશે. પુતિનની છબી ખરડાઈ
આ ઘટના વિશે લખ્યું છે કે યુક્રેનની સેનાને રશિયામાં ખૂબ જ નાની સફળતા મળી છે પરંતુ પુતિન માટે આ શરમજનક સ્થિતિ છે. આ ઘટનાથી તેમની શક્તિશાળી ઈમેજને નુકસાન થયું છે. રશિયન સમાચાર એજન્સી તાસના જણાવ્યા અનુસાર, યુક્રેનની સરહદ નજીક રહેતા 76,000 લોકોને સુરક્ષિત વિસ્તારોમાં મોકલવામાં આવ્યા છે. યુક્રેનની સેના 6 ઓગસ્ટે કુર્સ્ક વિસ્તારમાં ઘુસી હતી. રશિયાએ દાવો કર્યો હતો કે ટેન્ક અને આર્ટિલરીથી સજ્જ લગભગ 1,000 યુક્રેનિયન સૈનિકો મંગળવારે કુર્સ્કમાં ઘુસ્યા હતા. રશિયાની અંદર યુક્રેનિયન સૈનિકોની તસવીરો અને વીડિયો સામે આવ્યા પછી પણ યુક્રેનના અધિકારીઓએ રશિયન સરહદ પાર કરવા અંગે મૌન સેવ્યું હતું. રવિવારે, ઝેલેન્સકીએ એક વીડિયો જાહેર કર્યો જેમાં સ્વીકાર્યું કે યુક્રેન રશિયન પ્રદેશ પર આક્રમણ કર્યું છે. તેમણે કહ્યું કે રશિયાએ આ ઉનાળામાં કુર્સ્કથી 2,000થી વધુ હુમલાઓ કર્યા. અમે રશિયાને કહેવા માંગીએ છીએ કે અમે પણ જવાબ આપી શકીએ છીએ. તેમણે કહ્યું કે યુક્રેન ન્યાય માટે લડી રહ્યું છે. તેણે યુક્રેનના સૈનિકોનો પણ આભાર માન્યો હતો. યુક્રેનના એક અધિકારીએ સમાચાર એજન્સી એએફપીને જણાવ્યું કે, “રશિયન સૈનિકો તેમની સરહદની સુરક્ષામાં નબળા છે. અમે આ ક્ષેત્રમાં ભારે પડી રહ્યા છીએ. અમારો ઉદ્દેશ્ય દુશ્મનને વધુને વધુ નુકસાન પહોંચાડવાનો છે. યુક્રેને ઘણા રશિયન ગામો કબજે કર્યા: 1 હજાર યુક્રેનિયન સૈનિકો 11 ટેન્ક સાથે ઘુસ્યા; 76 હજાર લોકોએ ઘર છોડી દીધું રશિયા અને યુક્રેન વચ્ચે અઢી વર્ષથી ચાલી રહેલા યુદ્ધ વચ્ચે હવે યુક્રેને રશિયામાં ઘુસીને પોતાના હુમલા તેજ કર્યા છે. યુક્રેનની સેના રશિયન સરહદની અંદર 10 કિમી સુધી પહોંચી ગઈ છે. તાસ ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર, રશિયન પ્રાંત કુર્સ્કના ગવર્નર એલેક્સી સ્મિર્નોવે કહ્યું કે હુમલાને જોતા 76 હજાર લોકો તેમના ઘર છોડીને ચાલ્યા ગયા છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.