હળવદના ચરાડવા ગામે 75 માં પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી
આજ રોજ ૭૫ માં પ્રજાસતાક દિન ની ઉજવણી શ્રી કન્યા શાળા..ચરડવામાં ખૂબ સરસ રીતે કરવામાં આવી...સવારે ધ્વજ વંદન સરપંચ શ્રી મતી લક્ષમીબેન પરમાર નાં હસ્તે કર્યા બાદ સાંસ્કૃતિક કાર્યક્રમો ની શરૂઆત પ્રાર્થના થી કરવામાં આવી..આ ભવ્ય કાર્ય ક્રમ માં માધ્યમિક શાળા..કન્યા શાળા..કુમાર શાળા અને ચૈતન્ય નગર પ્રા.શાળાઓ નાં બાળકોએ વિવિઘ કૃતિઓ રજૂ કરી ઉપસ્થિત જન સમુદાય ને મંત્ર મુગ્ધ કરી દીધા...જેમાં દેશ ભક્તિ ગીતો.. રાશ..ગરબા..રીમેક્સ સોંગ .વક્તવ્ય..તથા અંગ કસરતો નાં દાવ રજૂ કરવામાં આવ્યા..તેમજ માધ્યમિક શાળા ના બાળકો એ પિરામિડ અને ચૈતન્ય નગર શાળાના બાળકોએ ધ્વજ કવાયત દ્વારા દાવ રજૂ કર્યા..આ કાર્ય ક્રમ માં ધારાસભ્ય શ્રી પ્રકાશ ભાઈ વર મોરા..કારોબારી ચેરમેન મોરબી શ્રી પ્રવીણ ભાઈ સોન ગ્રા..નિલેશ ભાઈ ગામી..ગ્રામપંચાયત નાં સદસ્યો તથા ગ્રામજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા..મહાનુભાવો તેમજ ગ્રામ જનો દ્વારા બાળકોને પ્રોત્સાહિત કરી રોકડ રકમ સ્વરૂપે બાળકો ને નવાજવામાં આવ્યા..સમગ્ર કાર્યક્રમ નું આયોજન શ્રી માધ્યમિક શાળા..કન્યા શાળા..કુમાર શાળા અને ચૈતન્ય નગર શાળાના શિક્ષક ભાઈ બહેનો એ કર્યું..સમગ્ર કાર્યક્રમ નું સંચાલન શ્રી જાડેજા સાહેબ દ્વારા કરવામાં આવ્યું..કાર્યક્રમ ને અંતે માધ્યમિક શાળા ના આચાર્ય શ્રી મોટકા સાહેબે સૌ નો આભાર વ્યક્ત કરી પ્રસાદ વહેંચણી સાથે પૂર્ણ કરવામાં આવ્યો.આ કાર્ય ક્રમ નુ લાઈવ પ્રસારણ હળવદ ક્રાંતિ ન્યૂઝ ચેનલ ઉપર શ્રી બેચરભાઈ રાજપૂત દ્વારા કરવામાં આવતા સમગ્ર ગ્રામ જનોએ તેનો લાભ લીધો.આ કાર્યક્રમ માં એક નાની ૪ વર્ષ ઢીંગલી નિરાલી બેન રાજપૂતે તલવાર બાજી કરી સૌ જનમેદની ને આશ્ચર્ય ચકિત કરી દીધા..
રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.