મિત્રતાના દાવે કાર લઇ ગયા બાદ પાછી જ ન આપી
લગ્નપ્રસંગમાં મહેમાનોને લેવા તથા મુકવાના બહાને ગાડી લઇ ગયા હતા ભીડભંજન સોસાયટીમાં વધુ એક છેતરપિંડીનો બનાવ બન્યો.
શહેરમાં વધુ એક છેતરપિંડીના બનાવની ભીડભંજન સોસાયટી-4માં રહેતા અને સૂર્યદીપ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના નામથી વ્યવસાય કરતા યજ્ઞરાજસિંહ નનકુભાઇ બસિયાએ કેવડાવાડીના લક્કી ઠક્કર, વિષ્ણુવિહારના દિવ્યરાજસિંહ ઇન્દુભા ઝાલા, લક્ષ્મીવાડીના સંજયસિંહ મહેન્દ્રસિંહ ઝાલા સામે ફરિયાદ નોંધાવી છે. ગત જાન્યુઆરી મહિનામાં મિત્ર લક્કી અને દિવ્યરાજસિંહ પોતાની ઘરે આવ્યા હતા. અને લક્કીએ લગ્નમાં મહેમાનોને લેવા મૂકવા માટે ચાર દિવસ કાર જોઇતી હોવાની વાત કરી હતી. જેથી મિત્રતાના દાવે કાર તેને આપી હતી. કાર આપ્યા બાદ પોતે પણ બહારગામ હોય દસ દિવસ પછી પરત રાજકોટ આવી લક્કીને ફોન કરતા તેનો ફોન બંધ આવતો હતો. ત્યાર બાદ લક્કી રૂબરૂ મળતા તેણે તમારી કાર મેં ગીરવે મૂકી છે. સાંજે હું પૈસા આપી કાર લઇ આવી તમને પરત કરી જઇશની વાત કરી હતી. તેમ છતાં સાંજ સુધી તે કાર દેવા આવ્યો ન હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.