ભચાઉ તાલુકા માં ગાયોમાં લમ્પી રોગ વધતા સેવાભાવી સંસ્થા ઓ અને સેવાભાવી લોકો દ્વારા સારવાર કરવામાં આવી રહી છે - At This Time

ભચાઉ તાલુકા માં ગાયોમાં લમ્પી રોગ વધતા સેવાભાવી સંસ્થા ઓ અને સેવાભાવી લોકો દ્વારા સારવાર કરવામાં આવી રહી છે


લમ્પી રોગ થી પિડાતી ગાયોની સારવાર માટે ખાનગી સંસ્થાઓ અને સેવાભાવી લોકો આગળ આવ્યાં છે અને સારવારની સેવા શરૂ કરી છે.
પશુઓમાં ફેલાયેલો લમ્પી વાયરસ વધુ ઝડપે વકરી રહ્યો હોય તેમ રોજેરોજ નવા કેસોમાં મોટો વધારો થવા લાગ્યો છે જેને પગલે રાજય સરકાર પણ ચિંતીત બની છે અને ચોવીસ કલાકનો કંટ્રોલરૂમ શરૂ કરવામાં પણ આવ્યો છે ગુજરાતના કચ્છ, રાજકોટ, જામનગર, સહિત 14 જીલ્લાના પશુઓમાં લમ્પી વાયરસ પ્રસરી ગયો છે
અને ઘણા ગામડાઓમાં પશુઓ સંક્રમિત થયા હોવાનું જાણવા મળ્યું છે રોગચાળો વકરતો હોવાને પગલે ગંભીર બનેલી રાજય સરકારે તાત્કાલીક અસરથી 1962 નંબરની ટોલ ફ્રી હેલ્પલાઈન શરૂ કરી દીધી છે અને ચોવીસ કલાક કાર્યરત કંટ્રોલરૂમ શરૂ કર્યો છે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.