બરવાળા તથા ધંધુકા ખાતે બનેલ માદક દ્રવ્યના સેવનની ઘટનાનું તથ્ય જાણવાં માટે રાજ્ય સરકાર દ્વારા હાઈ પાવર કમિટીની રચના કરવામાં આવી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/lhsqfdfpub9zv39s/" left="-10"]

બરવાળા તથા ધંધુકા ખાતે બનેલ માદક દ્રવ્યના સેવનની ઘટનાનું તથ્ય જાણવાં માટે રાજ્ય સરકાર દ્વારા હાઈ પાવર કમિટીની રચના કરવામાં આવી


સરકારના ત્રણ વરિષ્ઠ અધિકારીઓ ઘટનાની ઝીણવટભરી માહિતી મેળવી રાજ્ય સરકારને ત્રણ દિવસમાં રિપોર્ટ રજૂ કરશે
બોટાદ જિલ્લાનાં બરવાળા તાલુકા અને અમદાવાદ જિલ્લાનાં ઘંધુકા તાલુકામાં માદક દ્વવ્યોના સેવનને કારણે બનેલ ઘટનાની તપાસ અંગે રાજ્ય સરકાર દ્વારા ત્રણ વરિષ્ટ અધિકારીઓની નિમણૂંક કરવામાં આવી છે.

જેમાં ક્રાઇમ અને રેલવેના ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસશ્રી સુભાષ ત્રિવેદીની ચેરપર્સન તરીકે અને ગુજરાત રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમ લિમિટેડના ઉપાધ્યક્ષ અને મેનેજિંગ ડિરેક્ટરશ્રી એમ.એ.ગાંધી તથા ગુજરાત ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીના ઇન્ચાર્જ નિયામકશ્રી એચ.પી.સંઘવીની સભ્ય તરીકે નિમણૂંક કરવામાં આવી છે.

આ કમિટી આ ઘટનાના કારણોની તપાસ કરીને વિગતવાર અહેવાલ રાજ્ય સરકારને ત્રણ દિવસમાં રજૂ કરશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]