બાલાસિનોર પોલીસદ્વારાE-FIRથી લોકોને જાગૃત કરવા માટે નુ અભિયાન શરૂ કર્યું - At This Time

બાલાસિનોર પોલીસદ્વારાE-FIRથી લોકોને જાગૃત કરવા માટે નુ અભિયાન શરૂ કર્યું


બાલાસિનોર પોલીસ દ્રારા ગુજરાત રાજયની ઈ એફ.આઈ. આર સિટીઝન ફર્સ્ટ એપ અંગે જાગૃત્તા લાવવા અભિયાન શરૂ કર્યું છે. આ એપમાં દરેક વ્યકિત ઘરે બેઠા હવે વાહન ચોરી અને મોબાઈલ ચોરીના આ એપ્લિકેશન પર ફરિયાદ નોંધાવી શકશે. આ એપ્લિકેશન ડાઉનલોક કર્યા બાદ પોલીસ સ્ટેશનમાં જવાની જરૂરીયાત નહી રહે ગમે ત્યાં થી સિટીઝન ફર્સ્ટ એપલકેશન પરથી ઓનલાઈન ફરિયાદ નોંધાવી આ એપ પરથી ફરિયાદની કોપી મેળવી લીધા બાદ ૪૮ કલાકમાં પોલીસ ફરિયાદીનો સંપર્ક કરી બનાવની જગ્યાની મુલાકાત લેશે. આ ફરિયાદના આધારે થયેલ તપાસની SMSથી ફરિયાદીને જાણ કરાશે.
સાથે વિમા કંપનીઓને પણ જાણ કરાશે જેથી વિમો મેળવવામાં સરળતા રહેશે. આ ચોરીની ૨૧ દિવસમાં તપાસ પૂર્ણ કરી કોર્ટમાં રિપોર્ટ મોકલી દેવામાં આવશે. ત્યારે મહીસાગર જિલ્લાના બાલાસિનોર પોલીસ સ્ટેશનના PI એમ.બી.ભગોરા અને તેમની ટીમ દ્વારા લોકો સુધી આ માહિતી પહોંચાડી શકે તે માટે શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ખાસ કરીને જાહેર જગ્યાઓ પર પોસ્ટર અને બેનરો લગાવી લોકો સુધી આ માહિતી પહોંચાડાઈ રહી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon