વિરપુરમાં હિંદુ-મુસ્લિમ એકતા ઝળહળી: હનુમાન જયંતિ પર ભાઈચારાનો પાવન પાઠ….
મહિસાગર જિલ્લાના વિરપુર ખાતે હનુમાન જયંતી નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. હનુમાન જયંતીની આ શોભાયાત્રા ગામના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ રહી હતી ત્યારે વિરપુરના મુસ્લિમ સમાજ અને તેમના આગેવાનો દ્વારા શોભાયાત્રાનુ હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું શોભાયાત્રામાં પુષ્પા વર્ષા કરી હતી અને પાણીની વ્યવસ્થા કરી હતી,વિરપુર ખાતે હનુમાન જયંતી નિમિત્તે તાલુકાના યુવાનો દ્વારા ભવ્ય શોભાયાત્રા યોજી હતી આ દરમિયાન શોભાયાત્રા વિરપુરના જુના પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવી પહોંચી હતી જ્યાં મુસ્લિમ સમુદાયના આગેવાનો અને સ્થાનિક લોકો દ્વારા હનુમાનજીના રથ અને ભક્તજનો પર પુષ્પવર્ષા કરવામાં આવી હતી ઉપરાંત હનુમાનજીની પ્રતીમાને શ્રીફળ તથા ચુંદડી ચડાવવામાં આવી અને ધાર્મિક મહાત્મ્યને ધ્યાનમાં રાખી દરેક ભાવિક માટે પીવાના પાણીની વ્યવસ્થા ઊભી કરવામાં આવી હતી. આ સેવા તેમની શ્રદ્ધા અને માનવતાની ભાવના દર્શાવે છે શોભાયાત્રામાં ભાગ લેનારા ભક્તો તેમજ આયોજકોએ મુસ્લિમ સમાજના આ સહકારની ખૂબ પ્રશંસા કરી અને જણાવ્યું કે આ રીતે બંને સમુદાયો એકબીજાના ધાર્મિક તહેવારોમાં સહયોગ કરે તો સમાજમાં સદભાવના અને શાંતિ સ્થાયી થઈ શકે છે.મહિસાગર જિલ્લાની ધરતીએ આ રીતે જમાત અને ભક્તિ વચ્ચેનો પુલ બની સાબિત કર્યુ છે કે પ્રેમ, સહિષ્ણુતા અને પરસ્પર સન્માનથી જ સમૃદ્ધ અને મજબૂત સમાજનું નિર્માણ થઈ શકે છે. વિરપુરમાં સર્જાયેલ આ દૃશ્ય માત્ર એક દિવસની ઘટના નથી, પણ ભવિષ્ય માટે એક સાચો માર્ગદર્શક પ્રકાશસ્તંભ બની રહયો છે....
રિપોર્ટર . પ્રકાશ ઠાકોર વિરપુર મહીસાગર
7874548503
આ પ્રકારના તમામ સમાચાર માટેે
