ગરબાડા તાલુકા ના ડેવલપમેન્ટ માટે ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોરે મુખ્ય મંત્રીને મળી વિવિધ વિવિધ વિકાસના કામો કરવામાં આવે તે માટે રજૂઆત કરાઈ. - At This Time

ગરબાડા તાલુકા ના ડેવલપમેન્ટ માટે ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોરે મુખ્ય મંત્રીને મળી વિવિધ વિવિધ વિકાસના કામો કરવામાં આવે તે માટે રજૂઆત કરાઈ.


દાહોદમાં પ્રથમવાર ધારાસભ્યએ રોજગારીના મુદ્દાને ધ્યાને લઈ દાહોદ આદિવાસી વિસ્તારમાં ઇન્ડસ્ટ્રીઝ બનાવવા માંગ કરી.

ગરબાડા તાલુકા ગુજરાત મુખ્યમંત્રી દ્વારા દતક લીધેલ છે જેને લઇ ગરબાડા વિધાનસભા મત વિસ્તારમાં વિવિધ વિકાસના કામોની જરૂરિયાત હોય ગરબાડા મત વિસ્તારમાં આદિજાતિ લોકોના સર્વાંગી વિકાસ માટે ગરબાડા ના ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને રૂબરૂ મળી તેમજ ભલામણ દ્વારા ગરબાડામાં વિકાસના વધુ કામો કરવા રજૂઆત કરવામાં આવી છે

ધારાસભ્યએ ભલામણ પત્રમાં જણાવ્યું હતું કે દાહોદ જીલ્લો આદિજાતિ બાહુલ્ય ધરાવતો જીલ્લો હોય અહિયાંના લોકો ખુબ મોટા પ્રમાણમાં સ્થળાંતર કરી અન્ય મોટા જીલ્લાઓમાં રોજગારી માટે પ્રયાણ કરે છે, જે રોજગારીનો શ્રોત પોતાના વતનમાં જ ઉભો કરવા આ વિસ્તારમાં મોટી કોઈ ઇન્ડસ્ટ્રીઝ બનાવવી તથા દાહોદ જીલ્લામાં ગ્રામ્ય કક્ષાના લોકો ખુબ મોટા પ્રમાણમાં ખેતી, પશુપાલન સાથે સંકળાયેલ છે, જે ખુબ આંતરિયાળના વિસ્તારમાં રહે છે, જ્યાંના લોકોની જાહેર સુવિધા માટે સોલાર સ્ટ્રીટ લાઈટની સુવિધા સરકારશ્રીની CSR ફંડ યોજનામાંથી ઉપલબ્ધ કરાવવા,શિક્ષણ ક્ષેત્રે ખુબ પછાત વિસ્તાર હોવાથી તેમજ ઉચ્ચ શિક્ષણ લેવા દુર જવું પડતું હોવાથી ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવા અને જરૂરી શિક્ષણની સુવિધા પોતાના વિસ્તારમાં જ મળી રહે તે માટે આ વિસ્તારમાં મોટી કોલેજ(આર્ટસ,કોમર્સ અને સાયન્સ વિભાગની) ઉપલબ્ધ કરાવવા. કતવારા ખાતે ITI બનાવવા ગરબાડા વિધાનસભા મત વિસ્તારમાં રતનમહાલ રીંછ અભ્યારણ આવેલ છે, જે સમગ્ર ગુજરાતમાં અન્ય કોઈ સ્થળે આવું અભ્યારણ જોવા મળતું નથી. આ અભ્યારણમાં રીંછ સહીત ઉડતી ખિસકોલી પણ જોવા મળે છે. વિવિધ બાબતોની સુંદરતા હોવા છતાં આ અભ્યારણ ઉપર ધ્યાન આપવામાં આવતું નથી. જેના વિકાસની ખુબ જરૂરિયાત છે. જો ગીર અભ્યારણની જેમ રતનમહાલને ડેવલપ કરવામાં આવે તો આ વિસ્તારનો વિકાસ થશે અને ત્યાના સ્થાનિક લોકોને પણ રોજગારી મળી રહેશે.


9979516832
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.