લીંબડી પરશુરામધામમાં પંચામૃત પાટોત્સવ યોજાયો - At This Time

લીંબડી પરશુરામધામમાં પંચામૃત પાટોત્સવ યોજાયો


લીંબડી પરશુરામધામમાં પંચામૃત પાટોત્સવ યોજાયો

સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી તાલુકાન માં પરશુરામ ધામ ટ્રસ્ટ દ્વારા લીંબડીના પરશુરામ ધામ ખાતે પંચામૃત પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી. અહીં આવેલા પરશુરામ દાદા, ગાયત્રી માતા અને ભગવાન ભોલાનાથના મંદિરના પંચમ પાટોત્સવ નિમિત્તે વિશેષ કાર્યક્રમો યોજાયા હતા.

આ અવસરે નવનિર્મિત યાત્રા ભવનનું લોકાર્પણ તેમજ બાલ કિરણાગણનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. એએસપી ગીરીશકુમાર પંડ્યાને સન્માનિત કરવામાં આવ્યા. મુખ્ય યજમાન ઉદયશંકરભાઈ દવે, પાર્સનભાઈ દવે, મામલતદાર મયુરભાઈ દવે તથા સુરેન્દ્રનગરના પ્રભુભાઈ રાવલ સહિત અનેક મહાનુભાવોની ઉપસ્થિતિ રહી હતી.


9904323344
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image