જેતપુરમાં ચા બનાવવા ગેસ ચાલુ કરતા થયો સિલિન્ડર બ્લાસ્ટ
જેતપુરના ગણેશ નગર વિસ્તારમાં રહેણાંક મકાનમાં આજે સવારે ગેસ લીકેજને કારણે આગ લાગ્યાની ઘટના બની હતી. ગેસનો સિલિન્ડર લીકેજ થયો હતો ઘરની મહિલા ચા બનાવવા માટે લાઈટરથી ગેસ ચાલુ કરતા સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો. આથી ઘરમાં આગ લાગતા પરિવારમાં નાસભાગ મચી ગઈ હતી.
ગણેશ નગર વિસ્તારમાં રહેતા વિનોદભાઈ ડાભીના જણાવ્યા અનુસાર સવારે ચા બનાવવા ગેસ ચાલુ કર્યો હતો જે સિલિન્ડર લીકેજ હોય જેથી બ્લાસ્ટ થયો હતો. આથી ઘરમાં સૂતેલા પુત્ર અને પુત્રીને ઉઠાડીને બચાવવા જતાં ઘણી ઘરવખરી બળી ગઈ. ગેસનો બાટલો ફાટતા શેરીના લોકો એકઠા થઈ ગયા હતા સદનસીબે આ ઘટનામાં જાનહાનિ ટળી હતી
ASHISH PATDIYA JETPUR
9727957605
આ પ્રકારના તમામ સમાચાર માટેે
