મહીસાગર જિલ્લામાં ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત જિલ્લા કક્ષાની સ્કેટિંગ, યોગાસન, ચેસ અને બાસ્કેટબોલ સ્પર્ધા યોજાઈ - At This Time

મહીસાગર જિલ્લામાં ખેલ મહાકુંભ ૩.૦ અંતર્ગત જિલ્લા કક્ષાની સ્કેટિંગ, યોગાસન, ચેસ અને બાસ્કેટબોલ સ્પર્ધા યોજાઈ


ગુજરાત સરકારશ્રીના રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગરના ઉપક્રમે ગુજરાત રાજ્યમાં ખેલ મહાકુંભ ૩.૦નું આયોજન કરવામાં આવેલ છે.

જે અંતર્ગત જીલ્લા કક્ષા સ્કેટિંગ તમામ વય જૂથ ભાઈઓ-બહેનો સ્પર્ધા લુણાવાડા સીટી સ્પોર્ટ્સ એકેડમી નંદન આર્કેડ, જીલ્લા કક્ષા યોગાસન તમામ વય જૂથ ભાઈઓ-બહેનો સ્પર્ધા લુણાવાડા નગરપાલિકા હોલ ઇન્દિરા મેદાન અને જીલ્લા કક્ષા ચેસ તમામ વય જૂથ ભાઈઓ-બહેનો સ્પર્ધા લુણાવાડા કલરવ વિદ્યામંદિર ખાતે યોજાઈ.

જેમાં લુણાવાડા મામલતદારશ્રી સ્પર્ધામાં હાજર રહી ખેલાડીઓને પ્રોત્સાહન પૂરું પાડયું તેમજ જીલ્લા કક્ષા બાસ્કેટબોલ તમામ વય જૂથ ભાઈઓ-બહેનો સ્પર્ધા કરુનાનીકેતન હાઈસ્કુલ બાલાશિનોર ખાતે યોજાઈ જેમાં મહીસાગર જીલ્લાના ખેલાડીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો


9925468227
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image