DySP બંગલા પાસે મોડી રાત્રે કેફી કારનો તાંડવ; બોટાદના Dysp ના બગલાં પાસે કેફી પીણું ઢીચીને કાર ચાલકે સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા દુકાનો સાથે અથડાવી
પ્રતિનિધિ વનરાજસિંહ ધાધલ
પોલીસ સુત્રો પાસે થી મળતી માહિતી મુજબ બોટાદ ના પાળીયાદ રોડ પર આવેલ Dysp ના બગલાં પાસે આવેલ ભક્તિ પાર્ક સોસાયટી ની બહાર આવેલ દુકાનો સાથે બોટાદ જિલ્લા ના રાણપુર તાલુકા ના ખસ ગામના મહાવીરસિંહ ચંદ્રસિંહ ચાવડા એ પોતાની પાસે રહેલી કાર નંબર GJ 01-KR 5427 કેફી પીણું ઢીચી ને ગાડી ચલાવી રહ્યો હતો ગાડી ના સ્ટેરીંગ પર કાબુ ગુમાવતા ત્રણ થી ચાર દુકાનો સાથે ધડાકા ભેર ગાડી અથડાવી હતી જયારે બનાવ મોડી રાત્રે બનેલ હોવાથી બધી દુકાનો બંધ હતી જેના લીધી મોટી દુર્ઘટના બનતા અટકી હતી ગાડી ના ચાલક મહાવીરસિંહ ચંદ્રસિંહ ચાવડા રહે ખસ તા રાણપુર જી બોટાદ સામે બોટાદ પોલીસ સ્ટેશન પંકજભાઈ સામતભાઈ પરમારે ફરિયાદ નોંધાવતા આગળ ની તપાસ બોટાદ પોલીસ ચલાવી રહી છે
આ પ્રકારના તમામ સમાચાર માટેે
