ધોલેરા તાલુકાના કમીયાળા ધામ ખાતે શિક્ષકોનો જિલ્લા કક્ષાનો રમતોત્સવ તથા ચાણક્ય પારીતોષિક કાર્યક્રમ યોજાયો - At This Time

ધોલેરા તાલુકાના કમીયાળા ધામ ખાતે શિક્ષકોનો જિલ્લા કક્ષાનો રમતોત્સવ તથા ચાણક્ય પારીતોષિક કાર્યક્રમ યોજાયો


ધોલેરા તાલુકાના કમીયાળા ધામ ખાતે શિક્ષકોનો જિલ્લા કક્ષાનો રમતોત્સવ તથા ચાણક્ય પારીતોષિક કાર્યક્રમ યોજાયો

અમદાવાદ પ્રાથમિક શિક્ષક સંઘ તથા અમદાવાદ જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા આયોજીત શિક્ષકોનો જિલ્લા કક્ષાનો રમતોત્સવ તથા ચાણક્ય પારીતોષિક કમીયાળા ધામ ખાતે યોજાયો કાર્યક્રમ અધ્યક્ષ સ્થાને માન.શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા સાહેબ(બાપુ) હસ્તે રમતવીરોને પ્રોત્સાહીત કરવામાં આવ્યા પરમ પુજ્ય કોઠારી સ્વામી કમીયાળા ધામએ શિક્ષકોને આશીવચન આપ્યા હતા. .રમતવીરોને પ્રોત્સાહીત કરવા ધંધુકા મતવિસ્તારના લોકલાડીલા ધારાસભ્યશ્રી કાળુભાઈ ડાભી સાહેબ,અમદાવાદ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી દિગપાલસિહ ચુડાસમા સાહેબ,શ્રીઅનિલ સર વેગડ શાસક પક્ષ નેતા અમદાવાદ જિ પંચાયત ,ધોલેરા તાલુકા પંચાયત પ્રમુખશ્રી વસાણી સર ,ધોલેરા ભાજપ પ્રમુખશ્રી પરેશભાઈ હપાણી સર ,કમીયાળા સરપંચશ્રી ચુડાસમા સાહેબ ,મનુભાઈ વણાર ,છોટુભાઈ રાઘાણી આગેવાન ખૂણ,જિલ્લા પ્રમુખ શ્રી ખોડુભાઈ પઢીયાર ,મંત્રી તેજસભાઈ અમીન ,ખજાનચી રમેશભાઈ સોલંકી ,ધોલેરા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખશ્રી દિપકભાઈ પંચાલ, મંત્રીશ્રી વિપુલભાઈ રાઠોડ તથા તમામ તાલુકાના પ્રમુખ/મંત્રીઓ હાજર રહ્યા હતા.૧૦૦મી દોડ,રસ્સા ખેચ વોલીબોલ,રંગોળી સ્પધા ,મેદી સ્પર્ધા, ક્રિકેટ, ચક્રફેક , ગોળાફેંક,યોગાસન,ચેસ ખો..ખો..જેવી સ્પર્ધા યોજાઈ હતી. તેના વિનરો તથા શ્રેષ્ઠશાળા ,શ્રેષ્ઠ આચાર્ય તથા શ્રેષ્ઠ શિક્ષક તથા જિલ્લા કક્ષાએ સફળ બાળકોને પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા. ધોલેરા ટીમ તથા શિક્ષકભાઈઓએ કાર્યક્રમ સફળ બનાવવા રાતદિવસ મહેનત કરી હતી. કાર્યક્રમ અંતે ધંધુકાના મહામંત્રી વિક્રમભાઈ ખાંટે સૌનો આભાર વ્યક્ત કરીયો હતો.

રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700


+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.