મહિસાગર જિલ્લામાં હલકી ગુણવત્તા ધરાવતી ખાદ્ય-ચીજોનું વેચાણ કરતી પેઢીઓના કુલ-૪ કેસમાં ૧.૭૭ લાખનો દંડ ફટકારવામાં આવ્યો.. - At This Time

મહિસાગર જિલ્લામાં હલકી ગુણવત્તા ધરાવતી ખાદ્ય-ચીજોનું વેચાણ કરતી પેઢીઓના કુલ-૪ કેસમાં ૧.૭૭ લાખનો દંડ ફટકારવામાં આવ્યો..


મહિસાગર જિલ્લામાં હલકી ગુણવત્તા ધરાવતી ખાદ્ય-ચીજોનું વેચાણ કરતી પેઢીઓના કુલ-૪ કેસમાં ૧.૭૭ લાખનો દંડ ફટકારવામાં આવ્યો..

સંતરામપુર ખાતે આવેલ મંગલમૂર્તિ સ્વીટ એન્ડ નમકીન ના પામોલીન તેલમાં ભેળસેળ જણાતા ચાલીસ હજાર નો દંડ ફટકારવામાં આવ્યો છે આની સાથે જિલ્લાની લુણાવાડા ની બે અને બાલાસિનોની એક પેઢીઓ ને મોટી રકમનો દંડ ફટકારવામાં આવ્યો છે.. લોકોના આરોગ્ય સાથે ચેડા કરતી ખાદ્ય પદાર્થ વેચટી પેઢીઓથી ચેતવા માટે એક અખબારી યાદીમાં જણાવવામાં આવેલ છે

મહીસાગર જીલ્લાના લુણાવાડામાં મેવાડ નમકીનમાં મેંગો મિલ્ક શેક(લુઝ) નો રિપોર્ટ સબસ્ટાન્ડર્ડ જાહેર થતાં ૧૭,૦૦૦ નો દંડ, લુણાવાડા બોમ્બે ચોપાટી આઇસ્ક્રીમમાં બદામ પિસ્તા ફ્લેવર્ડ આઇસ્ક્રીમ(લુઝ) નો રિપોર્ટ સબસ્ટાન્ડર્ડ જાહેર થતાં ૭૦,૦૦૦ નો દંડ, સંતરામપુરમાં મે. મંગલમૂર્તિ સ્વીટ એન્ડ નમકીનમાં રિફાઈન્ડ પાલ્મોલીન ઓઇલ(લુઝ) નો રિપોર્ટ સબસ્ટાન્ડર્ડ જાહેર થતાં ૪૦,૦૦૦ નો દંડ અને બાલાસિનોરમાં રોયલ બેકરીમાં ખારી (લુઝ) નો રિપોર્ટ સબસ્ટાન્ડર્ડ જાહેર થતાં ૫૦,૦૦૦ નો દંડ ફટકારવામાં આવ્યો છે. તેમ ડેઝીગ્નેટેડ ઓફિસર ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ગોધરા વર્તુળ,મહિસાગરની અખબારી યાદીમાં જણાવેલ છે.

રિપોર્ટ - અરવિંદભાઈ ખાંટ
મહિસાગર.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image