સાળંગપુર ખાતે ધનકચરો તથા ટ્રાફિકમાં અડચણ ઉભી કરતા ૧૪ એકમોને નોટીસ ફટકારવાની સાથે ૨૭ જેટલી લારીઓના સામાન જપ્તિની કાર્યવાહી કરાઈ - At This Time

સાળંગપુર ખાતે ધનકચરો તથા ટ્રાફિકમાં અડચણ ઉભી કરતા ૧૪ એકમોને નોટીસ ફટકારવાની સાથે ૨૭ જેટલી લારીઓના સામાન જપ્તિની કાર્યવાહી કરાઈ


જાહેર સ્થળોએ ગંદકી કરનાર તથા જાહેર રસ્તા ઉપર ટ્રાફિકની સલામતીને અડચણ ઉભી કરનાર એકમો તથા ઈસમો સામે થશે કડક કાર્યવાહી સબ-ડીવીઝન મેજીસ્ટ્રેટ અને એકઝયુકેટીવ મેજીસ્ટ્રેટ બરવાળાના નેતૃત્વ હેઠળ બરવાળાના પી.એસ.આઇ,તાલુકા વિકાસ અધિકારી પંચાયત તથા મહેસુલના કર્ચચારીઓ સહિતની ટીમે તા.૨૦મી જાન્યુઆરી,૨૦૨૪ના રોજ સાળંગપુર હનુમાનજી મંદિર સામે આવેલ સ્ટેટ હાઇ-વે રોડ ઉપર, સાળંગપુર બસ સ્ટેન્ડ તેમજ ઉતાવળી નદીમાં ધનકચરો ફેકનાર તેમજ ટ્રાફીકમાં અડચણ ઉભી કરતા હોય તેવા ૧૪ જેટલા એકમો સામે સી.આર.પી.સી-૧૯૭૪ની કલમ-૧૩૩ તળે નોટીસ ફટકારી કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી આ ઉપરાંત ૨૭ જેટલી લારીઓને તેમના સામાન સહિત જપ્તિની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી વહીવટી તંત્ર દ્વારા જાહેર સ્થળોમાં તથા કુદરતી નદી, નાળા જેવા જાહેર પાણીના સ્ત્રોતોમાં ગંદકી કરનાર તથા જાહેર રસ્તા ઉપર ટ્રાફિકની સલામતીને અડચણ ઉભી કરતા એકમો તથા ઇસમો સામે આ રીતે આગામી સમયમાં જરૂરી સ્થાનિક વિભાગો સહ વધુ કડક હાથે કાર્યવાહી હાથ ધરવામાં આવશે તેમજ પ્રસિધ્ધ યાત્રાધામોની તમામ જગ્યાએ સ્વચ્છતા જાળવવા સ્થાનિક કક્ષાએ સામાજીક, આર્થિક પ્રવૃતિ કરતા લોકોને તથા નાગરિકોને સ્વચ્છતા જાળવવા અપીલ કરવામાં આવી છે, તેમ બરવાળાના ઈન્ચાર્જ સબ-ડિવીઝનલ મેજીસ્ટ્રેટની અખબારી યાદીમાં જણાવાયું છે.

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:૮૦૦૦૮૩૪૮૮૮


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.