ધનસુરા માં ભાજપ ના પુર્વ જિલ્લા પંચાયત મહિલા સદસ્ય નો બે તોલા નો દોરો તોડી બાઇક ચાલક ફરાર
અરવલ્લી જિલ્લા માં માં ચોરી અને દિનદહાડે ચેન્સનેચિંગ ના બનાવો વધવા લાગ્યા છે જેમાં દિનદહાડે ચોરી ની ઘટનાઓ વધતી જાય છે ત્યારે ધનસુરા ના ભાજપ ના પુર્વ જિલ્લા પંચાયત સદસ્ય દક્ષાબેન પંડ્યા નિયમિત રોજ સાંજના સમયે ચાલવા જતા હોય છે ગઈ કાલે નિયમિત ચાલી ને ટીચર્સ સોસાયટી માં ચાલી ને ઘર તરફ જયી રહયાં હતાં સાંજ ના સમયે બાઇક ઊપર ડબ્બલ સવારી મા આવેલ અજાણ્યા વ્યક્તિઓ માંથી એક વ્યક્તિ બાઇક ઉપરથી ઉતરી આ સિનિયર સિટીઝન ભાજપ ના પુર્વ જિલ્લા પંચાયત સદસ્ય દક્ષાબેન પંડ્યા ના ગળા માં પહેરેલ દોરો તોડી બાઇક ચાલક ફરાર થયો હતો. સાંજનો સમય હોવાથી સોસાયટી વિસ્તાર માં આવન જવાન ઓછી હતી સદસ્ય મહિલાએ બુમા બૂમ કરતાં એ પહેલાં બાઇક ચાલક ફરાર થયો આ ઘટના થી મહિલાઓ માં પણ ભય સેવાઈ રહ્યો છે આ બનાવ ની ધનસુરા પોલીસ સ્ટેશન ફરિયાદ નોંધાતા પોલીસ પણ તપાસ ચલાવી રહી છે દીવાળી નો સમય છે ત્યારે નગરની જનતા પણ સજાગ રહે અને તહેવાર માં પણ પોલીસ નગર ના વિસ્તારો મા પણ પ્રેટ્રોલિંગ કરે તો આવી ઘટનાઓ બનતા અટકે .
9879861009
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.