*થાનગઢ તાલુકામાં રાજ્ય સરકાર દ્વારા આયોજિત CET
પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા અને મેરીટ માં પસંદ પામેલા 35 થી વધારે વિદ્યાર્થીઓને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શિલ્પાબેન પટેલના માર્ગદર્શન અંતર્ગત એક દિવસીય સાયન્સ સીટી અમદાવાદ ખાતે પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળકોમાં વૈજ્ઞાનિક અભિગમ કેળવાય તેમજ સ્વયં નો વિકાસ કરી શકે તે હેતુથી આ પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ સાયન્સ સિટીમાં વિવિધ વિભાગોની મુલાકાત નિશુલ્ક લીધી. સરકારશ્રીના આવા કાર્યક્રમથી સમગ્ર તાલુકામાં હર્ષની લાગણી અનુભવાઈ. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે બી આર સી કોર્ડીનેટર પ્રિયંકકુમાર એમ. કોષ્ટી, જયેન્દ્રભાઈ ,પ્રશાંતભાઈ નીધી બેન , શ્વેતાબેને સફળ પ્રયત્ન કર્યા હતા*
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.