ભાજપ, કોંગ્રેસ ની બાજી બગાડતા પૂર્વ ધારાસભ્ય માવજીભાઇ પટેલ
માવજીભાઈ પટેલે અપક્ષમાં ઉમેદવારી નોંધાવતા રાજકારણ ગરમાયું
ભાજપ, કોંગ્રેસ ની બાજી બગાડતા પૂર્વ ધારાસભ્ય માવજીભાઇ પટેલ ???
પૂર્વ સાંસદ પરબતભાઇ પટેલ સહિત ના નેતાઓએ માવજીભાઇ પટેલ ને મનાવવાનો દોર શરૂ કર્યો
વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં ઉમેદવારો પોતાની ઉમેદવારી પત્રો ભર્યા બાદ ભાજપ ના દિગજ આગેવાન પૂર્વ ધારાસભ્ય માવજીભાઇ પટેલે અપક્ષ ઉમેદવારી નોંધાવતા રાજકીય ગરમાવો જોવા મળી રયો છે જેથી ભાજપ ના પૂર્વ સાંસદ પરબતભાઇ પટેલ,મહામંત્રી કનુભાઇ વ્યાસ અને વસંત પુરોહિત એ થરાદ ખાતે એક ખાનગી જગ્યાએ બેઠક યોજી ને પૂર્વ ધારાસભ્ય માવજીભાઇ પટેલ ને મનાવવા નો દોર શરૂ કર્યો હતો ત્યારે સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે માવજીભાઇ પટેલ એક ના બે ન થયા હતા અને જો પાર્ટી મેન્ડેડ બદલી ને મને આપે તો હું પક્ષ માંથી ચૂંટણી લડીશ ન આપે તો હું અપક્ષ ચૂંટણી લડવા ની પૂરેપૂરી ત્યારીઓ શરૂ કરી દીધી છે સાથે ભાજપ ના નેતાઓ વિલા મોઢે પાછાં ફર્યાં હોવાનું ચર્ચાઓ ચાલી રહી છે જેથી કરીને અત્યારે ભાજપ નું પ્રદેશ મહુડી મંડળે માવજીભાઇ પટેલ ને મનાવવાની બેઠકોનો દોર ચાલી રયો છે જો માવજીભાઇ ને મનાવી લે તોજ ભાજપ કોંગ્રેસ વચ્ચે સીધી કાંટે કી ટક્કર જોવા મળસે જો અપક્ષ ઉમેદવાર ફોર્મ પાછું ના ખેંચે તો વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં ત્રિપાંખિઓ જંગ જોવા મળસે સાથે કેટલાક આગેવાનો જણાવી રયા છે ભાજપના આગેવાન માવજીભાઇ પટેલ કેમ રીસાયા એ બાબતે અનેક તર્ક વર્ક જોવા મળી રહી છે ત્યારે ભાજપમાં કોંગ્રેસમાં અત્યારે કકળાટ ચરમસીમાએ છે જેથી કરીને ભાજપ, કોંગ્રેસ ના પ્રદેશના નેતાઓ બે દિવસ માં વાવ વિધાનસભામાં ધામા નાખે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે..અહેવાલ નવીન ચૌધરી
6355064637
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.