રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત લાઈબ્રેરીઓમાં જાહેર રજાઓમાં પણ તમામ સેવાઓ ચાલુ રહેશે. - At This Time

રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત લાઈબ્રેરીઓમાં જાહેર રજાઓમાં પણ તમામ સેવાઓ ચાલુ રહેશે.


રાજકોટ શહેર તા.૯/૪/૨૦૨૫ ના રોજ રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત અલગ-અલગ વિસ્તારોમાં ૬ લાઈબ્રેરીઓ, બે બહેનો તથા બાળકો માટેના ફરતા પુસ્તકાલયો અને વિધાર્થીઓ માટે અલગ-અલગ વોર્ડમાં ૭ વિધાર્થી વાંચનાલયો ચલાવવામાં આવે છે. આ બધી લાઇબ્રેરીઓ તથા વાંચનાલયોમાં વિવિધ વિષયોના અંદાજીત ૨,૬૫,૧૩૮ પુસ્તકો, ૧૫૭૧૮ બાળકો માટે રમકડા, ગેમ્સ, પઝલ્સ, ૨૧૮૦૭ વિવિધ વિષયના મલ્ટીમીડીયા તથા ૧૧૩૦ મેગેજીન તથા વર્તમાનપત્રો વસાવવામાં આવેલા છે. જેનો અંદાજીત ૩૯૪૭૦ જેવા સભ્યો દ્વારા લાભ લેવામાં આવી રહ્યો છે. રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત લાઈબ્રેરીઓમાં તા.૧૧-૪-૨૦૨૫થી સોમવાર થી રવિવાર દરમ્યાન જાહેર રજાઓમાં પણ સવારે ૮ થી સાંજે ૭:૩૦ સુધી લાઈબ્રેરીની તમામ સેવાઓ ચાલુ રહેશે તેમ, રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા અને માધ્યમિક શિક્ષણ અને આનુસંગિક શિક્ષણ સમિતિ ચેરમેન રસીલાબેન સાકરીયાએ સંયુક્ત યાદીમાં જણાવ્યું હતું. આ તમામ લાઈબ્રેરીઓનો સમય હાલમાં સોમ થી શુક્ર સવારે 9 થી સાંજે 7.30 કલાક, બીજો ચોથો શનિવાર તથા રવિવાર સવારે 8 થી બપોરે 2 સુધી અને જાહેર રજાઓમાં લાઈબ્રેરી બંધ રાખવામાં આવતી હતી. રાજકોટના શહેરીજનો સીનીયર સીટીઝન, બહેનો, બાળકો, યુવાનો, વિધાર્થીઓ આ લાઈબ્રેરીઓનો વધુને વધુ ઉપયોગ કરી શકે તેવા હેતુથી છ લાઇબ્રેરીઓ (1) વોર્ડન.૭ માં શ્રીમતી પ્રભાદેવી જે. નારાયણ પુસ્તકાલય, શિક્ષણ સમિતિ કેમ્પસ કરણપરા ચોક (2) વોર્ડન.૨ માં દત્તોપંત ઠેંગડી પુસ્તકાલય શ્રોફ રોડ (3) વોર્ડન.૯ માં બાબુભાઇ વૈધ લાઈબ્રેરી પેરેડાઈઝ હૉલ સામે (4) વોડન.૬ માં ચાણક્ય પુસ્તકાલય ગોવિંદબાગ શાક માર્કેટ પાસે (5) વોર્ડન.૧૪ માં ડો.બાબા સાહેબ આંબેડકર ભવન લાઈબ્રેરી જીલ્લા ગાર્ડન (6) વોર્ડન.૮ માં મહીલા એકટીવીટી સેન્ટર નાના મવા ચોક પાસે મહિલા વાંચનાલયના સમયમાં તા.૧૧/૪/૨૦૨૫ શુક્રવારથી સવારે 8 થી સાંજે 7.30 સુધી જાહેર રજાના દિવસો સહીત કરવામાં આવે છે. આ સેવાનો વધુને વધુ નાગરિકો લાભ લે માટે રાજકોટ મહાનગરપાલિકાના મેયર નયનાબેન પેઢડીયા, ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકર, મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, શાસક પક્ષ નેતા લીલુબેન જાદવ, શાસક પક્ષ દંડક મનીષભાઈ રાડીયા અને માધ્યમિક શિક્ષણ અને આનુસંગિક શિક્ષણ સમિતિ ચેરમેન રસીલાબેન સાકરીયા અપીલ કરે છે.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


9824928038
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image