બગદાણા : દુદાણા ગામમાં યુવક પર બે શખ્સે હિંસક હુમલો કર્યો - At This Time

બગદાણા : દુદાણા ગામમાં યુવક પર બે શખ્સે હિંસક હુમલો કર્યો


બગદાણા : દુદાણા ગામમાં યુવક પર બે શખ્સે હિંસક હુમલો કર્યો
મહુવા તાલુકાના દુદાણા ગામમાં રહેતો યુવક ગઇકાલે સાંજે હનુમાનજીના મંદિરે દર્શન કરી તેના ઘરે પરત જઇ રહ્યો હતો ત્યારે ગામમાં જ રહેતા બે શખ્સે આ યુવક પર હિંસક હુમલો કર્યો હતો. યુવકને માથામાં ગંભીર ઇંજા પહોંચતા બગદાણા પોલીસે આ બનાવ અંગે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. મુળુભાઇ દડુભાઇ ભાદરકાએ નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે બે સગા ભાઇ દેવાયત રાણાભાઇ ભાદરકા અને હામાભાઇ રાણાભાઇ ભાદરકાના નામ જણાવ્યા છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ફરિયાદી અને આરોપીઓ વચ્ચે વર્ષોથી બોલવાનો સબંધ નથી. ગઇકાલે ફરિયાદી હનુમાનજી મંદિરે તેલ ચડાવી ઘરે પરત જતો હતો ત્યારે બન્ને શખ્સ સામે મળ્યા હતા. આરોપી હામાભાઇએ ફરિયાદીને પકડી રાખ્યો હતો અને આરોપી દેવાયતે માથામાં પાઇપનો ફટકો માર્યો હતો.

આરોપીઓએ ફરિયાદીને મારી નાંખવાની ધમકી આપી હતી.

આ બનાવના કારણે બૂમાબૂમ થતાં કેટલાક લોકો સ્થળ પર દોડી આવ્યા હતા અને તેમણે ફરિયાદીને વધુ મારમાંથી બચાવ્યો હતો. આરોપીઓએ ફરિયાદીને હવે પછી સામે મળ્યો તો તને મારી નાંખીશુ તેવી પણ ધમકી આપી હતી. આરોપી હામાએ પણ ફરિયાદીને ઢીંકાપાટુનો માર માર્યો હતો.
આ હુમલામાં ફરિયાદીને ગંભીર ઇંજા પહોંચી હતી. બનાવ પાછળનું કારણ ફરિયાદ અને આરોપીઓ વચ્ચે વર્ષોથી બોલવાનો સબંધ ન હોય તેની અદાવતમાં આ હુમલો કરાયો હોવાનું જણાવવામાં આવતાં બગદાણા પોલીસે આ બનાવ અંગે બન્ને આરોપી સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.