હળવદના વેગડવાવની પરિણીતાને સાસરિયા દ્વારા ત્રાસ અપાતા ફરિયાદ નોંધાવી
હળવદ તાલકાના વેગડવાવ ગામની પરિણીતા કે જે નવા દેવળીયા સાસરે હોય તેને સાસરિયા પક્ષના પતિ, સાસુ-સસરા, જેઠ-જેઠાણી માનસિક અને શારીરિક દુઃખ આપતા હોવાની મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તમામ આરોપી વિરુદ્ધ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર હળવદ તાલુકાના વેગડવાવ ગામે રહેતા મહિલા શ્રધ્ધાબેન રાજાભાઇ સુવાણ એ આરોપી નયનભાઇ શિવાભાઇ ભાડકા(પતિ), શિવાભાઇ રાજાભાઇ ભાડકા(સસરા), લક્ષ્મીબેન શિવાભાઇ ભાડકા(સાસુ), પરેશભાઇ શિવાભાઇ ભાડકા(જેઠ), નીમુબેન પરેશભાઇ ભાડકા( જેઠાણી)
તમામ રહે-નવા દેવળીયા તા.હળવદ જી. મોરબી વિરુદ્ધ મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે આ કામના ફરીયાદી શ્રધ્ધાબેનને આરોપીઓ ઘરકામ બાબતે નાની નાની બાબતે મેણાટોણા મારી અવાર નવાર મારકુટ શારીરીક અને માનસીક દુ:ખ ત્રાસ આપતા હોય જે આ ગુન્હામા એકબીજાને મદદગારી કરતા હોય જે બાબતની ફરિયાદ નોંધાવતા મહિલા પોલીસે આરોપીઓ વિરુદ્ધ આઇ.પી.સી કલમ ૪૯૮(ક),૩૨૩,૧૧૪ મુજ ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.
રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.