હાલીસા જિલ્લા સીટના કોંગ્રેસ ઉમેદવાર જગતસિંહ ચૌહાણના સમર્થનમાં રેલી સાથે સભા યોજાઈ
દહેગામની હાલીસા જિલ્લા બેઠક પર ચેખલાપગી ગામમાં કોંગ્રેસ દ્વારા સભા યોજાઈ.
ગુજરાતમાં ખાલી પડેલ નગરપાલિકા તેમજ તાલુકા જિલ્લા બેઠક પર ચૂંટણી જાહેર થઇ ગઈ છે જેમાં 16 તારીખે ચૂંટણી હોઈ ભાજપ અને કોંગ્રેસ દ્વારા જોરદાર પ્રચાર પ્રચાર શરુ કરી દેવામાં આવેલ છે જેમાં આજે કોંગ્રેસ પાર્ટી દ્વારા દહેગામની હાલીસા જિલ્લા બેઠક પરના ઉમેદવાર જગતસિંહ ચૌહાણના સમર્થનમાં ચેખલાપગી ગામ ખાતે જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું જેમાં હાલીસા જિલ્લા પંચાયતના બધા જ ગામોના કોંગ્રેસના કાર્યકરો, આગેવાનો, મહિલાઓ ખુબ મોટી સંખ્યામાં જોડાયા હતા. આ સભાના મુખ્ય મહેમાન દહેગામ પૂર્વ ધારાસભ્ય જગદીશ ઠાકોર, પૂર્વ ધારાસભ્ય ઉમેદવાર વખતસિંહ ચૌહાણ, જિલ્લા કોંગ્રેસ સમિતિ પ્રમુખ અરવિંદસિંહ સોલન્કી, દહેગામ તાલુકા કોંગ્રેસ પ્રમુખ દેવરાજસિંહ ઝાલા,પૂર્વ, કનુભાઈ ચૌધરી પણ જોડાયા હતા. પૂર્વ સાસંદ અને દહેગામ પૂર્વ ધારાસભ્ય જગદીશ ઠાકોર તેમની આગવી ભાષામાં ભાજપ પર આકરા પ્રહારો કરયા હતા તથા હાલીસા જિલ્લા સીટના ઉમેદવાર જગતસિંહ ચૌહાણને જંગી મતોથી જીતાડવા કાર્યકરોને અપીલ કરી હતી.
6352006405
આ પ્રકારના તમામ સમાચાર માટેે
