ધંધુકા ખાતે ચુડાસમા રાજપુત સમાજનો ત્રિદિવસીય બંધારણ શતાબ્દી મહોત્સવ ઉજવાયો, 21 રજવાડા રાજવી પરિવારો તેમજ દેવાયત બોદર તેમજ ક્ષત્રિય સમાજના રાજકીય આગેવાનો અને સામાજિક આગેવાનોની વિશેષ ઉપસ્થિતિમાં 10 હજાર લોકોની ભવ્ય સભા યોજાઈ, ધંધુકા દરબાર બોર્ડિંગ થી સભા સ્થળ સુધી 51 ઘોડાઓ સાથે રાજવી પરિવારો અને આગેવાનોની ભવ્ય શોભાયાત્રા યોજાઈ, સંતો પણ વિશેષ ઉપસ્થિતમાં ભવ્ય સમ્મેલન યોજાયું.
અમદાવાદ જિલ્લાના ધંધુકા ખાતે 40 વીઘા જમીનના વિશાળ પરિસરમાં ચુડાસમા રાજપુત સમાજના બંધારણને 100 વર્ષ પૂર્ણ થતાં ભવ્ય શતાબ્દી મહોત્સવની વિશેષ ઉજવણી કરવામાં આવી જે અંતર્ગત આજરોજ ભવ્ય શોભાયાત્રા તેમજ સમ્મેલન યોજાયું હતું જેમાં ધંધુકા દરબાર બોર્ડિંગ ખાતેથી ભાવનગર હાઈવે રોડ પર આવેલ તક્ષશિલા સ્કૂલ પાસેના વિશાળ જગ્યામાં સભા મંડપ સુધી 51 ઘોડાઓ અને બેન્ડ વાજા તેમજ બગીઓ સાથે 21 રાજવી પરિવારો તેમજ દેવાયત બોદર પરિવાર સહિત ક્ષત્રિય સમાજના સમગ્ર રાજ્યના ધારાસભ્યો સાંસદ સભ્યો પૂર્વ મંત્રીઓ સહિત સામાજિક અને રાજકીય આગેવાનો સાથેની વિશાળ 3 કિલોમીટર લાંબી શોભાયાત્રા યોજાઈ હતી, આ ભવ્ય શતાબ્દી મહોત્સવ સમ્મેલનમાં ગુજરાત રાજ્યના રાજકોટ, ચૂડા, ખીરસરા જેવા 21 રજવાડાના રાજવી પરિવારો તેમજ પૂર્વ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા, પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા, ધારાસભ્યો કિરીટસિંહ રાણા, પ્રદ્યુમનસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, ડો. સી જે ચાવડા, તુષાર ચૌધરી તેમજ પૂર્વ સાંસદ રાજેન્દ્રસિંહ રાણા, યુથ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ હરપાલસિંહ ચુડાસમા સહિત ક્ષત્રિય સમાજના સમગ્ર રાજ્યના રાજકીય તેમજ સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ ઉપસ્થિત સૌ મહાનુભાવોનું વિશેષ સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું, સંતો પણ ઉપસ્થિત રહ્યા હતા જેમાં આત્માનંદ સરસ્વતીજી તેમજ ધર્મબંઘુજી સહિતના સંતોએ ઉપસ્થિત રહી આશીર્વાદ પાઠવ્યા હતા, ક્ષત્રિય સમાજનું ભવ્ય સમ્મેલન યોજાયું હતું જેમાં યુવાનો મહિલાઓ અને સમાજના 10 હજારથી પણ વધુ લોકો જોડાયા હતા અને અન્ય સમાજો માટે ઉદાહરણ પૂરું પાડે તેવા પ્રકારનો સામાજિક બંધારણનો શતાબ્દી મહોત્સવ ચુડાસમા રાજપુત સમાજના પ્રમુખ વિરમદેવસિંહ ચુડાસમા અને પૂર્વ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાની આગેવાનીમાં સમ્મેલન યોજાયું હતું, રાજવી પરિવારો તેમજ રાજકીય અને સામાજિક આગેવાનો અને સંતોએ બંધારણના 100 વર્ષ પૂર્ણ થવા સમયે આ સફળ અને ભવ્ય સમ્મેલન યોજવા બદલ અભિનંદન પાઠવ્યા હતા.
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.