ધંધુકા સાંકડા રેલવે ફાટકના કારણે ચાર પાંચ કલાક ટ્રાફિક જામ નો પ્રશ્ન કાયમી છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી
અમદાવાદ જીલ્લાનાં ધંધુકા ખાતેના સાંકડા રેલવે ફાટકથી છેલ્લા પાંચ દિવસથી ટ્રાફીક જામ થાય છે.દિવાળીના તહેવારોમાં ટ્રાફીક વધ્યો છે ત્યારે રેલવે તંત્રની આડોડાઈના કારણે આમ જનતા પરેશાન છે.સાંકડા ફાટકને પહોળા બનાવવા છેલ્લા ઘણા મહિનાઓથી સાંસદ તથા ધારાસભ્ય દ્વારા રેલવેનાં ઉચ્ચ અધિકારીઓને રજુઆત કરાઈ છે પણ રેલવેના ઈજનેરી બાબુઓને કાંઈ પડી નથી.સાંકડા રેલવે ફાટકના કારણે ચારથી પાંચ કલાક ટ્રાફીક જામનો પ્રશ્ન કાયમી છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી વારંવાર ટ્રાફીક જામ સમસ્યાના કારણે વાહનચાલકો મુશ્કેલીમાં મુકાય છે.ધંધુકા પોલીસ અને હોમગાર્ડ જવાનો રેલવે ફાટક ઉપર ૨૪ કલાક ફરજ બજાવી રહયા છે.
ભાવનગર રેલવેના ઉચ્ચ અધિકારીઓ દ્વારા રાજ્યમાર્ગની પહોળાઈને ધ્યાને લીધા વગર સાંકડુ ફાટક બનાવી નાખવામાં આવ્યું છે તેથી ટ્રાફિક સમસ્યા ઉદભવી છે છતાં રેલવે તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી થતી નથી. ફાટક દોઢ લાઈન બનાવવામાં આવ્યું છે જેના કારણે મોટા બે વાહનો રેલવે ફાટકમાંથી એક સાથે પસાર થઈ શકતા નથી તેથી ટ્રાફીકજામ થઈ જાય છે અને નાગરીકો, વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાય છે.
પ્રજાના લોક પ્રતિનિધિ એવા સાંસદ અને ધારાસભ્ય રજુઆત કરે છતાં રેલવે નું નિંભર તંત્ર કાંઈ સાંભળતું નથી તેથી લોકોમાં રોષ જોવા મળી રહયો છે.
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.