અંજાર સિમ માં બ્લેક ટ્રેપ લીઝની યોજાયેલ લોક સુનવણી નિયમ વિરુદ્ધ હોવાનો આક્ષેપ.... જાગૃત લોકોના વિરોધ વચ્ચે લોક સુનવણી અધૂરી મૂકી અધિકારીઓ ચાલતી પકડી.... - At This Time

અંજાર સિમ માં બ્લેક ટ્રેપ લીઝની યોજાયેલ લોક સુનવણી નિયમ વિરુદ્ધ હોવાનો આક્ષેપ…. જાગૃત લોકોના વિરોધ વચ્ચે લોક સુનવણી અધૂરી મૂકી અધિકારીઓ ચાલતી પકડી….


અંજાર સિમ માં બ્લેક ટ્રેપ લીઝની યોજાયેલ લોક સુનવણી નિયમ વિરુદ્ધ હોવાનો આક્ષેપ....

જાગૃત લોકોના વિરોધ વચ્ચે લોક સુનવણી અધૂરી મૂકી અધિકારીઓ ચાલતી પકડી....

જી.પી.સી.બી ના અધિકારીઓ દ્વારા લિઝધારકો સાથે મિલીભગત ની આશંકા....

તા. 14/5 /2025ના ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા લિઝ ધારક મેસર્સ રાકેશ ભરત સોરઠીયા ની અંજાર સીમ ની (સર્વે. નં 984/80
લીઝ) ની લોક સુનવણી યોજવામાં આવી હતી જે બાબતે શરૂઆત થી જ અરજદારો દ્વારા વિવિધ બાબતે ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવેલ હતું, આ લીઝ ને લઈને SDPI ક્ચ્છ જિલ્લાના પ્રમુખ રોશનઅલી સાંધાણી સહિત ઉપસ્થિત અરજદારો વે ઉગ્ર વિરોધ કરતા જણાવ્યું હતું કે આ લોક સુનવણી ની જાણ અસરગ્રસ્ત આસપાસ ના ૨૬ ગામોના લોકોને કરવામાં જ નથી આવી જેના કારણે આ વિસ્તાર ના લોકો ને આ સુનવણી અંગે પૂરતી માહિતી ન હોતા ઉપસ્થિત રહી શક્યા નથી, તેમજ લીઝ ધારકો સિવાય અન્ય લોકો ઉપસ્થિત રહી શક્યા નથી જેથી નાયબ કલેકટર કચેરીના અધિકારી અને ગૂજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના અઘિકારીઓ પાસે આ લોક સુનવણી રદ કરવા આવે અથવા મોકૂફ રાખવામાં આવે તેવી માંગ કરવામાં આવેલ હતી,
તેમજ આ સર્વે નં 984/80 ની તપાસ કરવામાં આવે અને લોક સુનવણી પહેલા અંજાર અને આસપાસના 26 ગામડાઓને જાણ કરવા આવે ત્યારબાદ જ લોક સુનવણી યોજવામાં આવે તેવી પણ માંગ કરાઇ હતી.
ઉલ્લેખનીય છે કે આ લીઝ માટેના સેમ્પલ વર્ષ 2022 માં લીધેલ હતા તે એજન્સી પણ હાજર રહેલ નહોતી.

નાયબ કલેકટર કચેરીના અધિકારી અને ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના અઘિકારીઓ વિરોધ વચ્ચે લોક સુનવણી માં સંતોષકારક જવાબો આપ્યા વિના ચાલતી પકડી હતી, જેથી અઘિકારીઓ ની ભૂમિકા પણ શંકાશીલ હોવાનું માલુમ પડી રહેલ હતું,
સમગ્ર સુનવણી માં જી.પી.સી.બી ના અધિકારી એફ.એમ.મોદી નું વલણ પણ લીઝ ધારક તરફી હોવાનું જોવા મળેલ હતું, જેથી ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડના અઘિકારીઓ પણ લીઝ ધારકો સાથે મળેલા હોય એવું પ્રતીત થયેલ હતું, ઉપરોક્ત પ્રોજેકટ ના રજુઆત કર્તા પણ લોકો ના પ્રશ્નો ના સંતોષજનક જવાબો આપવામાં અસમર્થ રહ્યા હતા.

ટૂંક માં અરજદારો ની નહિવત હાજરી વચ્ચે પણ આજે યોજાયેલ લોક સુનવણી માં ઉગ્ર વિરોધ ના સુર ઉઠ્યા હતા અને આ લિઝ ને રદ કરવાની પ્રબળ માંગ ઉઠેલ હતી.

રિપોર્ટ -દીપક આહીર
અંજાર કચ્છ


9909724189
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image