કવિશ્રી બોટાદકર આર્ટ્સ અને કોમર્સ કૉલેજ બોટાદમાં હિન્દી દિવસની શાનદાર ઉજવણી કરાઈ
(કનુભાઈ ખાચર દ્વારા )
વિદ્યાભારતી ટ્રસ્ટ સંચાલિત કવિશ્રી બોટાદકર આર્ટ્સ અને કોમર્સ કૉલેજ બોટાદ તથા હિન્દી વિભાગનાં સયુંક્ત ઉપક્રમે 14 સપ્ટેમ્બરનાં રોજ 'હિન્દી દિવસ'ની શાનદાર ઉજવણી કરાઈ. જેમાં કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટય કરીને કરવામાં આવી હતી. ત્યાર બાદ સર્વધર્મ સમૂહ પ્રાર્થના કરવામાં હતી.હિન્દી વિભાગના અધ્યક્ષ ડૉ. બી.વી.મારૂ સરે શાબ્દિક સ્વાગત અને પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું હતું . હિન્દી વિભાગનાં અધ્યાપક ડૉ.એમ.એ. કુછડિયાએ "हिन्दी कि विश्वभाषा की और उड़ान "વિષય પર પોતાનું વ્યાખ્યાન આપ્યું હતું.બીજા સેશનમાં હિન્દી ભાષા સબંધી અલગ અલગ વિષયો પર વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 14 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો . જેમાં પ્રથમ નંબર પીઠવા માનસી ,દ્વિતીય નંબર ધોડકિયા કાર્તિક અને તૃતીય નંબર સોલંકી મીતએ પ્રાપ્ત કર્યો હતો. કૉલેજના પ્રિન્સિપાલ શ્રી ડૉ. એ.જે. મકવાણા સરે હિન્દી ભાષાના મહત્વ વિશે વાત કરી વિદ્યાર્થીઓને ઉજ્જવળ ભવિષ્ય માટે પ્રેરણા આપી હતી. આ સ્પર્ધાનાં નિર્ણાયક તરીકે ડૉ. હીતાબેન ,ડૉ.શ્વેતાબેન અને ડૉ. શાંતિબેને સરસ ભૂમિકા ભજવી હતી .સમગ્ર કાર્યક્રમનું સંચાલન પીઠવા માનસી દ્વારા કરવામાં આવ્યું હતું. અંતે આભારવિધિ ડૉ. જ્યોતિબેન દ્વારા કરવામાં આવી હતી. અંતે રાષ્ટ્રગાન કરી સૌ છૂટા પડ્યા હતા .સમગ્ર કાર્યક્રમ પ્રિન્સિપાલ ડૉ. એ.જે. મકવાણા સરના માર્ગદર્શન હેઠળ થયો હતો.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.