બાયડ ગાયત્રી મંદિર દ્વારા ત્રણ દિવસ વિરાટ (૧૦૮) કુંડીય શક્તિ સંવધૅન ગાયત્રી મહાયજ્ઞ નું ‍ખૂબ સુંદર આયોજન. - At This Time

બાયડ ગાયત્રી મંદિર દ્વારા ત્રણ દિવસ વિરાટ (૧૦૮) કુંડીય શક્તિ સંવધૅન ગાયત્રી મહાયજ્ઞ નું ‍ખૂબ સુંદર આયોજન.


બાયડમાં ગાબટ રોડ પર આવેલા ગાયત્રી મંદિર દ્વારા તારીખ (૮ થી૧૧) ત્રણ દિવસ વિરાટ (૧૦૮) કુંડીય શક્તિ સંવધૅન ગાયત્રી મહાયજ્ઞ નું ‍ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આજ રોજ બાયડ નગર માં ગાયત્રી શક્તિપીઠ મંદિર બાયડ દ્વારા ભવ્ય શોભાયાત્રા નીકળી હતી.આ શોભાયાત્રા માં બાયડ નગર ના નગરજનો મોટી સંખ્યા માં જોડાયા હતા.આ શોભાયાત્રામાં બાયડ ના પૂર્વ ધારાસભ્ય ડો મહેન્દ્રભાઈ પટેલ પણ જોડાયા હતા. બાયડ ભાજપ યુવા પ્રમુખ રાહુલપુરી ગોસ્વામી પણ જોડાયા હતા.આ શોભાયાત્રા માં બાયડ નગરમાંથી બહેનોએ મોટી સંખ્યામાં ભાગ લઈને માથે કળશ લઈને બાયડ માં શોભાયાત્રા માં ભાગ લીધો હતો અને શોભાયાત્રા ને ભવ્ય બનાવી હતી.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image