વિજાપુર તાલુકાના પ્રા.આ.કે. ફ્લૂ આયુષ્યમાન આરોગ્ય મંદિર નું દિલ્હી ની ટીમે દ્રારા નેશનલ લેવલ NQAS એસેસમેન્ટ કરાયું
વિજાપુર
મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના ફલૂ ના આયુષ્યમાન આરોગ્ય મંદિરનુ નેશનલ લેવલનુ એન.ક્યુ.એ. એસ.એસેસમેન્ટ કરવામાં આવ્યુ હતુ. દિલ્હીની ટીમ દ્વારા આ આરોગ્ય કેન્દ્રનું નિરીક્ષણ કરવામાં આવ્યુ હતુ.જેમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, વિજાપુર તાલુકા આરોગ્ય અધિકારી, ઈન્ચાર્જ જિલ્લા ક્વોલિટી એસ્યોરન્સ મેડિકલ ઓક્સિર સહિત આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ તેમજ ફલૂ ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
કલેક્ટરશ્રી સતીષભાઈ પ્રજાપતિ સર અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડૉ.હસરત જૈસમીનના માર્ગદર્શન હેઠળ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.દિવ્યેશપટેલ , ઇન્ચાર્જ જિલ્લા ક્વોલિટી એસ્યોરન્સ મેડિકલ ઓફિસર શ્રી ડો કૌશિક ગજ્જર તાલુકા આરોગ્ય અધિકારી વિજાપુર ડો.ચેતન પ્રજાપતિ તેમજ મેડિકલ ઓફિસર અને આયુષ મેડિકલ ઓફિસર ફલૂ તેમજ પી એચ સી ફલૂ આરોગ્ય સ્ટાફ તેમજ તાલુકા હેલ્થ સુપરવાઈઝર વિજાપુર ના પ્રયાસ થકી વિજાપુર તાલુકાના આયુષ્યમાન આરોગ્ય મંદિર.ફલૂ ખાતે શુક્રવાર ના રોજ દિલ્હીની એન.એચ.એસ.આર.સી.ની ટીમ દ્વારા નેશનલ લેવલના એસેસમેન્ટની કામગીરી કરવામાં આવી હતી. જેમા દિલ્હી એન.એચ.એસ.આર.સી. ખાતે થી આવેલ ડો જ્યોત્સના રંગા અને ડૉ. અંજુ પુનીયા દ્વારા ફલૂ આયુષ્યમાન આરોગ્ય મંદીરનુ એસેસમેન્ટ કરવામાં આવ્યુ હતુ.
*દિલ્હીની ટીમ દ્વારા નીચે દર્શાવેલ સેવાઓનું નિરીક્ષણ કરવામાં આવ્યુંંં*
(૧) સગર્ભા માતાની તેમજ પ્રસુતિ તથા પ્રસુતિ પછીની સાર સંભાળ (૨) નવજાત શિશુ અને ૧ વર્ષથી નાના બાળકની આરોગ્યની સાર સંભાળ (૩) રસીકરણ સહિત બાળ-સંભાળ અને કિશોર-કિશોરીઓની પુરતી આરોગ્ય સેવાઓ (૪) કુટુંબ કલ્યાણને લગતી સેવાઓ તેમજ તેને લગતી આરોગ્ય સેવાઓ (૫) સામાન્ય રોગચાળા દરમ્યાન આપવાની થતી સેવાઓ તેમજ સામાન્ય બીમારીઓના ઉપચાર (૬) રાષ્ટ્રીય આરોગ્ય કાર્યક્રમોનું સઘન સંચાલન,જેમાં સંચારી અને રોગચાળા (૭) ડાયાબીટીસ, હાયપર ટેન્શન,કેન્સર જેવા નોન કમ્યુનીકેબલ (બિન સંચારી) રોગોનું નિદાન તેમજ સારવાર (૮) આંખ, નાક, કાન તથા ગળાને લગતી બિમારી અને રોગોનું સ્ક્રીનીંગ, નિદાન તેમજ સારવાર (૯) દાંતના આરોગ્યને સબંધિત સેવાઓ (૧૦) માનસિક આરોગ્યને લગતી બિમારીઓનું નિદાન તેમજ સારવાર (૧૧) વધુ વય ધરાવતા (વૃધ્ધ) વ્યક્તિઓ માટે ઉંમરને સંલગ્ન સારવાર (૧૨) ઇમરજન્સી સેવા જેવી તમામ ટીમ દ્વારા આરોગ્ય કેન્દ્રમાં પાયાની સુવિધાથી લઇ આરોગ્યની સેવાનું નિરીક્ષણ કરાયું
આ અંગે ઇન્ચાર્જ જીલ્લા ક્વોલીટી એસ્યોરન્સ મેડિકલ ઓફ્સિર ડૉ.કૌશિક ગજજર ના જણાવ્યા મુજબ ક્વોલીટી સર્ટીફીકેટ એવી આરોગ્ય સંસ્થાઓને મળે છે.જેમના દ્વારા ઉત્તમ કક્ષાની આરોગ્યની સુવિધા અને સારવાર દર્દીઓને આપવામાં આવતી હોય છે.ક્વોલીટી સર્ટીફીકેટ મેળવેલ સંસ્થાઓ દ્વારા જુદા જુદાવિભાગોના ઇન્ડિકેટરોમાંથી પસાર થવાનુ હોય છે.ત્યારબાદ નેશનલ લેવલથી ઉચ્ચ અધિકારીઓની ટીમ મારફત ફેસીલીટીની સંપુર્ણ ચકાસણી બાદ નેશનલ લેવલ એન.કયુ.એ.એસ.સર્ટીફીકેટ એનાયત કરવામાં આવે છે.આ સર્ટીફીકેટ માટે સંસ્થાની બિલ્ડીંગ,પાયાની સુવિધાઓ,સ્વચ્છતા,મેડિકલને લગતી પુરતી સેવાઓ,આરોગ્ય કર્મચારીઓને પુરતી આરોગ્યલક્ષી જાણકારી, મેડિકલ ઇમરજન્સી વખતે લાભાર્થીને જરૂરી સારવાર તથા તમામ પ્રકારની જાણકારીનુ નેશનલ લેવલના અધિકારીઓ દ્વારા એસેસમેન્ટ કર્યા બાદ આ સર્ટીફીકેટ આપવામાં આવતુ હોય છે.
9998240170
આ પ્રકારના તમામ સમાચાર માટેે
