રાજકોટમાં સૂર્યદેવ લાલચોળ: હાઈએસ્ટ 42.1 ડિગ્રી તાપમાન - At This Time

રાજકોટમાં સૂર્યદેવ લાલચોળ: હાઈએસ્ટ 42.1 ડિગ્રી તાપમાન


કંટ્રોલરૂમમાંથી મળતી માહિતી મુજબ આજે સવારે મહતપ તાપમાન 37.4 ડિગ્રી નોંધાયું હતું.અને લઘુતમ તાપમાન 23.5 ડીગ્રી રહ્યું હતું.
શહેરના વાતાવરણમાં ભેજનું પ્રમાણ 84 ટકા પહોંચ્યું હતું. જ્યારે પવનની ગતિ પ્રતિકલાક 7.7 કિમીની નોંધાઇ છે.સવારના વાદળછાયા વાતાવરણ વચ્ચે શરૂ થયેલી ગરમી બપોર સુધી વધુ પડશે જ્યારે સાંજના સમયે ગરમીમાં રાહત અનુભવાય છે.જો કે આખો દિવસ ગરમી રહે છે બપોરે વધું તાપ હોય લોકોએ ધોમધખતા તાપમાં કામ સિવાય બહાર નીકળવાનું ટાળ્યું હોય જેથી રસ્તા અને બજારો સુમસાંમ બની જાય છે.
હજુ તો ચેત્ર માસના પ્રારંભે વધુ ગરમી પડતા આવનારા સમયમાં આકારો તાપ પડે તેવું લાગી રહ્યું છે.ઉલ્લેખનિય હવામાન વિભાગ દ્વારા રાજ્યના કેટલાક વિસ્તારમાં તા.13 એપ્રિલથી તા.15 એપ્રિલ દરમિયાન વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. છૂટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી છે. જે બાબતે ખેડૂતોએ કૃષિ પેદાશોને સંભવિત નુકશાનથી બચાવવા તકેદારીના ભાગરૂપે પગલાં લેવા લેવા ખેતિવાડી અધિકારી દ્વારા અપીલ કરવામાં આવી છે.
જે મુજબ ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લામાં હોય તો તેને તાત્કાલિક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી અથવા પ્લાસ્ટિક કે તાડપત્રીથી યોગ્ય રીતે ઢાંકી દેવું અને ઢગલાની ફરતે માટીના પાળા બનાવી વરસાદી પાણી ઢગલાની નીચે જતું અટકાવવું. તેમજ જંતુનાશક દવા કે ખાતરનો ઉપયોગ આ સમયગાળા પૂરતો ટાળવો.
તદુપરાંત એ.પી.એમ.સી.માં વેપારી મિત્રો તેમજ ખેડૂતોએ કાળજી રાખી આગોતરા સાવચેતીના પગલા લેવા અનુરોધ કરાયો છે.


9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.