પંચમહાલ પોસ્ટ વિભાગ ગોધરા દ્વારા તા. ૧૩ ઓક્ટોબર સુધી નેશનલ પોસ્ટલ વીકની ઉજવણી કરાશે
*પંચમહાલ ડીવીઝનમાં કુલ ૮૭૨ લેટર બોક્સ*
*ટપાલ વ્યવહારને જીવંત રાખવા માટે પોસ્ટ વિભાગ દ્વારા સપ્તાહ દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન*
સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોસ્ટ ઓફિસીસ, ગોધરા દ્વારા તા. ૦૯ ઓક્ટોબરથી તા. ૧૩ ઓક્ટોબર સુધી નેશનલ પોસ્ટલ વીક ઉજવવા આવી રહ્યું છે. પોસ્ટ વિભાગનો ઈતિહાસ ઘણો જુનો છે, ડીજીટલ યુગ પહેલા પોસ્ટ વિભાગનું મહત્વ અનેરું હતું. ગામડાથી લઈને શહેર સુધી ટપાલ સંદેશા વ્યવહાર માટેનું માધ્યમ હતું. પરંતુ આજના ડીજીટલ યુગમાં મોટાભાગના લોકો સંદેશો મોકલવા માટે ઈ-મેલ, મેસેજ કે સોસીયલ મીડિયાનો વધારે ઉપયોગ કરે છે તેમ છતાં આજના યુગમાં ટપાલ વિભાગની કામગીરી પ્રભાવશાળી છે. ટપાલ વિભાગ પણ નેટ બેન્કિંગ, મોબાઈલ બેન્કિંગ અને વિવિધ ઓનલાઈન સેવાઓ લોકોને ઘરે બેઠા ઉપલબ્ધ કરાવતું રહ્યું છે. ઇન્ડિયા પોસ્ટ પેમેન્ટ બેંક(IPPB) દ્વારા લોકોને પોતાના નાણા ઘરે બેઠા મેળવી શકે છે. આમ પોસ્ટ વિભાગ પણ ટેકનોલોજીના યુગમાં કદમથી કદમ મેળવીને પોતાની સેવાઓ ગામડાના છેવાડાના માનવીઓ સુધી પહોચાડી રહયું છે.
પંચમહાલ ડીવીઝનમાં કુલ ૮૭૨ લેટર બોક્સ છે, જેમાંથી ૮૮ લેટર બોક્સ ઈલેક્ટ્રોનિક ક્લિયરન્સવાળા છે. ટપાલ વ્યવહારને જીવંત રાખવા માટે પોસ્ટ વિભાગ દ્વારા અવાર નવાર નાના મોટા કાર્યક્રમ કરવામાં આવી રહ્યા છે. નેશનલ પોસ્ટલ વીક દરમ્યાન પંચમહાલ પોસ્ટલ ડીવીઝન અંતર્ગત આવતી તમામ પોસ્ટ ઓફિસો અને પોસ્ટલ સ્ટાફ વીક દરમ્યાન વિવિધ દિવસની ઉજવણી ખુબ જ ઉત્સાહપૂર્વક રીતે કરવામાં આવશે.ગામડાના છેવાડાના લોકો પોસ્ટની સેવાઓથી માહિતગાર થાય અને આ સેવાઓનો લાભ વધુમાં નાગરિકોને પ્રાપ્ત થાય તે હેતુથી પંચમહાલ ડીવીઝન દ્વારા વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
તદનુસાર તા. ૧૦ ઓક્ટોબર ના રોજ “વિત્તીય સશક્તિકરણ દિવસ” ની ઉજવણીના ભાગરૂપે લોકોમાં પોસ્ટ ઓફિસને લગતી વિવિધ યોજનાઓ વિષે જાગૃતતા આવે તે માટે ગોધરા અને દાહોદ હેડ પોસ્ટ ઓફીસ ખાતે POSB ક્વીઝ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.
તા. ૧૧ ઓક્ટોબર, ૨૦૨૨ ના રોજ ફીલાટેલી દિવસે લોકોમાં ફીલાટેલી વિષે જ્ઞાન વધે અને તેમાં રસ કેળવાય તે હેતુથી દાહોદ ખાતે મોટી ખરજ પ્રાથમિક શાળામાં ફીલાટેલી ક્વીઝ સ્પર્ધા, સ્ટેમ્પ ડીઝાઇન સ્પર્ધા તેમજ ઢાઈ અક્ષર લેટર રાઈટીંગ સ્પર્ધાનું આયોજન કર્યું જેમાં ૫૦૦થી વધુ વિધાર્થીઓ ભાગ લેવા લેનાર છે.
તા. ૧૨ ઓક્ટોબર “મેઈલ્સ અને પાર્સલ દિવસ” નિમિતે પોસ્ટની વિવિધ મેલ્સ સેવાઓ જેવી કે સ્પીડ પોસ્ટ, બીઝનેસ પોસ્ટ, રજીસ્ટર પોસ્ટ, બીએનપીએલ તેમજ પાર્સલની સેવાઓથી વધુમાં વધુ ગ્રાહકો પરિચિત થાય અને આ સેવાઓનો લાભ લઇ શકે તે માટે પ્રવર્તમાન ગ્રાહકો અને નવા સંભવિત ગ્રાહકો સાથે મીટીંગ યોજાશે.
તા. ૧૩ ઓક્ટોબર અન્ત્યોદય દિવસની ઉજવણીના ભાગરૂપે પંચમહાલ ડીવીઝનમાં વિવિધ સ્થળોએ “આધાર કેમ્પ” તેમજ “ફાયનાન્સીયલ લિટરસી કેમ્પ” નું આયોજન કરવામાં આવ્યું છે. આ દિવસની ઉજવણીનો હેતુ છેવાડાના લોકો સુધી વિવિધ જન સુરક્ષા યોજનાઓ જેવી કે અટલ પેન્શન યોજના, પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના તથા પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના પહોચાડવાનો છે એમ પંચમહાલ ડિવીઝન ઓફ પોસ્ટ ઓફિસીસ સુપ્રિટેન્ડેન્ટ એમ.એમ.શેખ દ્વારા જણાવાયું છે.
રિપોર્ટ ,વિનોદ પગી પંચમહાલ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.