ફરી સવારનું અને દિવસનું તાપમાન વધશે પવનની ઝડપ સાથે છૂટાછવાયા વાદળો છવાશે – અશોક પટેલ
તારીખ 24 ફેબ્રુઆરી ના સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છના વધુ ભાગો માં ન્યુનત્તમ તાપમાન નોર્મલ નજીક થી 3 C સુધી નીચું હતું.
સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ: તારીખ 24 ફેબ્રુઆરી થી 1 માર્ચ 2024
આગાહીના સમયગાળાના મોટાભાગના દિવસો દરમિયાન પવન મુખ્યત્વે ઉત્તર-પશ્ચિમ, ઉત્તર અને ઉત્તરપૂર્વ દિશામાંથી રહેશે. આગાહીના સમયગાળા દરમિયાન પવનની ગતિ 10 થી 15 કિમી/કલાકની ઝડપે અને ક્યારેક ઝટકા ના પવનો 20 કિમી/કલાક સુધી પહોંચે. આગાહીના સમયગાળાના અમુક દિવસો (25મી થી 26મી ફેબ્રુઆરી અને 1 માર્ચ ) પર છૂટાછવાયા વાદળોની શક્યતા છે.
હાલમાં ગુજરાતના મોટાભાગના ભાગોમાં સામાન્ય ન્યુનત્તમ તાપમાન 14 C થી 16 C છે. તારીખ 26 સુધી ક્રમશ તાપમાન વધશે જે તારીખ 27 ફેબ્રુઆરી થી 1 માર્ચ સુધી માં ન્યુનત્તમ તાપમાન કૂલ 4 C થી 5 C સુધી વધવાની ધારણા છે જે ગુજરાત ના મોટાભાગના ભાગોમાં ન્યુનત્તમ તાપમાન 15 C થી 19 C સુધીની રેન્જ માં આવવાની શક્યતા. હાલમાં ગુજરાતના મોટાભાગના ભાગોમાં નોર્મલ મહત્તમ તાપમાન 31 C થી 33 C ગણાય. તારીખ 26 સુધી ક્રમશ તાપમાન વધશે જે તારીખ 27 ફેબ્રુઆરી થી 1 માર્ચ સુધી માં કૂલ 4 C થી 5 C સુધી વધવાની ધારણા છે જે મહત્તમ તાપમાન 34 C થી 36 C સુધીની રેન્જ માં આવવાની શક્યતા.
રિપોર્ટર - નિખીલ ભોજાણી
9998680503
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.