વિસાવદર ના ઢેબર ગામે તારીખ 16નારોજ પટેલ સમાજ ભવનનું લોકાર્પણ
વિસાવદરના ઢેબર ગામમાં તા. ૧૬ એપ્રિલના રોજ પટેલ સમાજ ભવનનું લોકાર્પણ તથા ઉદઘાટન સમારોહ
વિસાવદર તાલુકાના ઢેબર ગામે ઐતિહાસિક ઉત્સવ ઉજવવા તથા શ્રી પટેલ સમાજ ભવન લોકાર્પણ અને ઉદ્ઘાટન આગામી તારીખ ૧૬/૪/૨૫ ને બુધવારના રોજ કરનાર છે આ સમારોહમાં અધ્યક્ષ તરીકે ડોક્ટર મનસુખભાઈ માંડવીયા કેન્દ્રીય કેબિનેટ મંત્રીશ્રી, ભારત સરકાર તથા પ્રફુલભાઈ પાનસેરીયા શિક્ષણ મંત્રીશ્રી, કૌશિકભાઇ વેકરીયા નાયબ મુખ્ય દંડકશ્રી, જગદીશભાઈ પંચાલ સહકાર મંત્રીશ્રી, ભરતભાઈ સુતરીયા સાંસદશ્રી,અમરેલી રાજેશભાઈ ચુડાસમા સાંસદશ્રી,જુનાગઢ જયેશભાઈ રાદડિયા પૂર્વ મંત્રીશ્રી,ધારાસભ્ય તથા જેવી કાકડીયા ધારાસભ્યશ્રી, મહેશભાઈ જનકભાઈ ધારાસભ્યશ્રી રમેશભાઈ ટીલારા ધારાસભ્યશ્રી તથા કંચનબેન રાદડિયા ધારાસભ્યશ્રી અને વલ્લભભાઈ કાકડીયા ઉપસ્થિત રહેશે.જેમાં આ ભૂમિ અર્પણ કરતા અને વતનનું ઋણ ચૂકવવાનો મંગળ અવસર જીલીને ભૂમિદાન કરનાર વતનના રતન એવા વલ્લભભાઈ સમજુભાઈ વેકરીયા હસ્તે મુકેશભાઈ વેકરિયા,તથા દિલીપભાઈ વેકરીયા તરફથી આ જમીન આપવામાં આવેલ છે અને શ્રી પટેલ સમાજ ભવન નિર્માણના મુખ્ય દાતા અને સમાજ ભવનના ઉદઘાટન શ્રી મુકેશભાઈ વલ્લભભાઈ વેકરીયા તરફથી મુખ્ય હોલ અને ગ્રાઉન્ડ ફોર કરાવી આપવામાં આવેલ છે એવી જ રીતે મુકેશભાઈ હરજીભાઈ ડોબરીયા તરફથી મુખ્ય હોલ અને ફર્સ્ટ ફ્લોર બનાવી દેવામાં આવેલ છે અને અરવિંદભાઈ નરસિંહભાઈ અકબરી તરફથી રસોઈ ઘર અને ગ્રાઉન્ડ ફ્લોર બનાવી આપવામાં આવેલ છે આ પટેલ સમાજના ભવન લોકાર્પણ પ્રસંગે પરમ પૂજ્ય મુક્તાનંદ બાપુ તથા પરમ પૂજ્ય કરસનદાસ બાપુ પરમ પૂજ્ય વિજય બાપુ પરમ પૂજ્ય ભક્તિરામ બાપુ પરમ પૂજ્ય લક્ષ્મીપ્રસાદ સ્વામી તથા પરમ પૂજ્ય આનંદ સ્વામી ઉપસ્થિત રહી અને રૂડા આશીર્વાદ આપશે તથા આજ દિવસ્વા સવારે ૭-૩૦ કલાકે ગણપતિ યાત્રા ગણપતિ સ્થાપના ગંગાસ્વરૂપ શારદાબેન નરસિંહભાઈ અકબરી દ્વારા સવારે ૯-૩૦ કલાકે કરવામાં આવશે મણીબાનુ રસોડું ના ઉદદ્ઘાટન અને કાયમી દાતા શ્રીમતી જીજ્ઞાબેન મુકેશભાઈ વેકરીયા અને શ્રીમતી ગીતાબેન દિલીપભાઈ વેકરીયા સવારે ૧૧-૦૦ કલાકે કરશે અને ભોજન સમારંભ બપોરે ૧૧-૩૦ કલાકે રાખવામાં આવેલ છે સમારોહના રત્નમણી તરીકે દિનેશભાઈ કુંભાણી વસંતભાઈ ગજેરા ભોવાનભાઈ રંગાણી બીપીનભાઈ રામાણી પરસોત્તમભાઈ ગેવરીયા બાબુભાઈ વોરા ભુપતભાઈ ભાલાળા દિલીપભાઈ કોઠીયા રવજીભાઈ પાનસુરીયા વિનુભાઈ ગેવરીયા નરેશભાઈ જોગાણી પરેશભાઈ ડોબરીયા બાલુભાઈ ઝાલાવાડીયા પરેશભાઈ પટેલ (શિરોયા) ભુપતભાઈ ખૂંટ, શંભુભાઈ પરસાણા પોપટભાઈ રફાળીયા મથુરભાઈ કોટડીયા ઘનશ્યામભાઈ કાછડીયા શ્રી ગીરીશભાઈ રમણીકભાઈ પટોળીયા પરેશભાઈ ભીમાણી દીપકભાઈ પટેલ સુધીરભાઈ કે પટેલ રાજુભાઈ વેકરીયા પ્રવીણભાઈ પીપળીયા જયસુખભાઈ સાંગાણી જયંતીભાઈ ભુવા પરસોતમભાઈ કમાણી ધનસુખભાઈ રંગાણી જયંતીભાઈ વઘાસિયા રતિભાઈ રૂપારેલીયા ઉપસ્થિત રહેશે ત્યારે પટેલ સમાજ ભવન ના ભામાશા તરીકે શ્રીમતી સવિતાબેન વિઠ્ઠલભાઈ ડોબરીયા રાજકોટ નાનજીભાઈ લખમણભાઇ મોવલીયા વિનોદભાઈ નાગજીભાઈ ડોબરીયા ભાવેશભાઈ વેકરીયા સ્વ. રમેશભાઈ ધીરુભાઈ ડોબરીયા શ્રી જયેશભાઈ ડોબરીયા જીગ્નેશભાઈ સોજીત્રા સંજયભાઈ અકબરી અને શિવમ અરવિંદભાઈ અકબરી ઉપસ્થિત રહેશે સમારોહમાં રાજકીય અગ્રણી શ્રી કિરીટભાઈ પટેલ જે.ડી.સી.સી. બેંકના ચેરમેન, હરેશભાઈ ઠુમર જિલ્લા પંચાયતના પ્રમુખ ધર્મેશભાઈ પોશિયા,જુનાગઢ મહાનગર હર્ષદ ભાઈ રીબડીયા પૂર્વ ધારાસભ્ય કનુભાઈ ભાલાળા પૂર્વ ધારાસભ્ય ભુપતભાઈ ભાયાણી પૂર્વ ધારાસભ્ય ભરતભાઈઅમીપરા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ વિપુલભાઈ કાવાણી પૂર્વ ઉપપ્રમુખ જિલ્લા પંચાયત જુનાગઢ જિલ્લા પંચાયત વિરેન્દ્રભાઈ સાવલિયા સદસ્ય જિલ્લા પંચાયત વિનુભાઈ હપાણી ચેરમેન માર્કેટિંગ યાર્ડ વિસાવદર ભરતભાઈ વિરડીયા પ્રવક્તા જિલ્લા કોંગ્રેસ ઉમેશભાઈ ઝાલાવાડીયા તાલુકા ભાજપ પ્રમુખ નીતિનભાઈ કપુરીયા પ્રમુખ તાલુકા પંચાયત વલ્લભભાઈ દુધાત પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ઉપસ્થિત રહેશે તથા આજ દિવસે રાત્રીના ૯-૩૦ કલાકે ભાતીગળ ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવેલ છે જેમાં અલ્પાબેન પટેલ લોક ગાયિકા અને હિતેશભાઈ અંટાળા હાસ્ય કલાકારનો લોક ડાયરો રાખવામાં આવેલ છે અને સમસ્ત ગામ લોકો દ્વારા વિવિધ લોકોને આમંત્રણ પાઠવાઈ રહ્યા છે આ સમગ્ર કાર્યક્રમની સૂચિમાં તારીખ ૧૬ ને બુધવારના રોજ બપોરના ૩-૩૦ કલાકે મહેમાનોનું સ્વાગત કરાશે બપોરના ચાર કલાકે ઉદ્ઘાટન અને ૪-૩૦ કલાકે દીપ પ્રાગટ્ય પ્રવચન અને સન્માનનો કાર્યક્રમ રાખવામાં આવેલ છે અને સાંજના સાત વાગ્યે ભોજન સમારંભ રાખવામાં આવેલ છે આ અંગે જુદી જુદી સમિતિઓ બનાવી કાર્યની વહેંચણી કરવામાં આવેલ છે
રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે
