મહેસાણા જીલ્લાના તાલુકા પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના ગુન્હામાં છેલ્લા ચાર વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી જેસાવાડા પોલીસ. - At This Time

મહેસાણા જીલ્લાના તાલુકા પોલીસ સ્ટેશનના ઘરફોડ ચોરીના ગુન્હામાં છેલ્લા ચાર વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી જેસાવાડા પોલીસ.


જેસાવાડા પોલીસ મથકના પોલીસ સબ ઈન્સ્પેક્ટર એ.પી. પરમાર તથા પોલીસ સ્ટાફના માણસો સાથે જેસાવાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન રાહુલકુમાર નવલસિંહ અ.પો.કો. નાઓને સંયુક્ત રીતે ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, “ મહેસાણા જીલ્લાના તાલુકા પો.સ્ટે. પાર્ટ એ.ગુ.ર.નં.૧૦૫/૨૦૨૧ ઇ.પી.કો. કલમ ૪૫૭, ૩૮૦, ૧૧૪ મુજબના ગુન્હાનો નાસતો ફરતો આરોપી રાકેશભાઇ કાળુભાઇ જાતે ભાભોર રહે.વડવા નિશાળ ફળીયું તા.ગરબાડા જી.દાહોદ નાનો જેસાવાડા બજારમાં આવેલ છે. તેવી બાતમી આધારે બાતમીવાળી જગ્યાએથી આરોપીને હસ્તગત કરી કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે.


9979516832
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image