યંગ જાયન્ટસ બોટાદ દ્વારા સતત બીજા રવિવારે લોકોને ગરમી માં રાહત મળી રહે તે માટે નિઃશુલ્ક ઠંડી છાશ નું વિતરણ કરાયું. - At This Time

યંગ જાયન્ટસ બોટાદ દ્વારા સતત બીજા રવિવારે લોકોને ગરમી માં રાહત મળી રહે તે માટે નિઃશુલ્ક ઠંડી છાશ નું વિતરણ કરાયું.


યંગ જાયન્ટસ બોટાદ દ્વારા સતત બીજા રવિવારે લોકોને ગરમી માં રાહત મળી રહે તે માટે નિઃશુલ્ક ઠંડી છાશ નું વિતરણ કરાયું.

જન સેવા અને સંસ્કાર નું સિંચન કરતી અને અનેકવિધ સેવાકીય પ્રવૃત્તિ કરતી સંસ્થા યંગ જાયન્ટ્સ બોટાદ દ્વારા આ ઉનાળા ની કાળજાળ ગરમીથી લોકોને રાહત આપી શકે તે હેતુ થી તા.૫/૫/૨૪ રવિવાર ના રોજ દીનદયાળ ચોક બોટાદ ખાતે રાહદારીયો તથા વટેમાર્ગુઓ ને શિતલ છાસ નુ વિતરણ સ્વ.ત્રબક લાલ ચત્રભુજ મોદી પરિવાર ના સૌજન્યથી કરવામાં આવેલ. જેમા ૧૦૦૦ થી વધુ લોકોએ ઠંડી છાશ પીય ને ધોમ ધગતા તાપ મા હાશકારો અનુભવેલ.
આ પ્રસંગે યંગ જાયન્ટસ બોટાદ ના પ્રેસિડેન્ટ કુલદિપ વસાણી, સેક્રેટરી બ્રિજ દાણી , અંકિત ગોપાણી ,જાયન્ટ્સ ફેડરેશન ૩/બી પ્રેસિડેન્ટ કેતન ભાઈ રોજેસરા , યુનિટ ડીરેક્ટર ગ્રીન મેન સી.એલ.ભીકડીયા , જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ પ્રમુખ ચંદુભાઈ સાવલિયા વગેરે હાજર રહેલા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.