પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળતા ધાનપુર તાલુકાના અગાસવાણી ગામના શંકુતલાબેન નવા વર્ષની ઉજવણી નવા ઘરમાં કરી - At This Time

પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળતા ધાનપુર તાલુકાના અગાસવાણી ગામના શંકુતલાબેન નવા વર્ષની ઉજવણી નવા ઘરમાં કરી


દાહોદ:- નવું વર્ષ નવ ઉમંગ અને ઉલ્લાસ સાથે શરૂ થાય છે ત્યારે કેટલાક ગરીબ લોકો પાસે આ માટેનું ખાસ કારણ પણ છે. દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના અગાસવાણી ગામના રાઠોડ શકુંતલાબેન જણાવે છે કે, પહેલા અમે લોકો કાચા નળિયા વારા મકાનમાં વસવાટ કરતા હતા. જેને કારણે ચોમાસા દરમિયાન અમારા મકાનમાં પાણી પડતા અનેક હાલાકીઓ વેઠવી પડતી હતી.અમારા બાળકોને ભણવામાં પણ તકલીફ પડતી હતી સરકારની પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મળતા તેઓએ નવા વર્ષની ઉજવણી તેમના નવા ઘરમાં કરી છે. નવા ઘરમાં દિવાળી તેમણે વિશેષ ઉત્સાહ સાથે કરી હતી. તેઓ જણાવે છે કે, પાકા ઘરમા રહેવા જવાનું અમારૂ સપનું હતું. જે પ્રધાનમંત્રી આવાસ યોજના થકી સાકાર થયું છે. તેઓ જણાવે છે કે પ્રધાનમંત્રી આવાસ યોજના થકી અમે પોતાનું ઘર બનાવી શક્યા છીએ. જે માટે અમે સરકારનો ખુબ આભાર માનીએ છે.


8200181542
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.