મહિસાગર : કડાણા તાલુકાના માલવણ ગામે ધુળેટી પર્વ નિમિત્તે મહા આરતી તથા પારંપરિક ગોઠ- જમણવાર દ્વારા ઉજવણી. - At This Time

મહિસાગર : કડાણા તાલુકાના માલવણ ગામે ધુળેટી પર્વ નિમિત્તે મહા આરતી તથા પારંપરિક ગોઠ- જમણવાર દ્વારા ઉજવણી.


કડાણા તાલુકાના માલવણ ગામે ધુળેટી પર્વ નિમિત્તે મહા આરતી તથા પારંપરિક ગોઠ- જમણવાર દ્વારા ઉજવણી.

કડાણા તાલુકાના માલવણ ગામે સર્વ જ્ઞાતિ ના સમૂહ મેળાવડા દ્વારા ધૂળેટી મહાપર્વની ઉજવણી રણમુક્તેશ્વર મહાદેવ મંદિર માલવણખાતે ધામધૂમથીકરવામાં આવી. જેમાં સાંજે સમૂહ મહા આરતીનું આયોજન તથા પારંપરિક રીત- રિવાજ મુજબ ગોઠ- ઉજવણીમાં જમણવાર રાખવામાં માં આવ્યું જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ ભાગ લીધો.જેનું સમગ્ર આયોજન હોમગાર્ડ કમાન્ડર શ્રી જતીનભાઈ જોશી, જુગલભાઈ દાણી ,શાંતિલાલ દરજી, જયંતીભાઈ ભોઈ, ધર્મેન્દ્ર ભાઈ પંડિત, રાજુભાઈ ભાટીયા તથા અન્ય અગ્રણીઓ દ્વારા કરવામાં આવ્યું. શ્રી જતીનભાઈ જોશી દ્વારા સમગ્ર ગામજનોને સંબોધન કરતા જણાવ્યું કે આ રીતનો પ્રોગ્રામ હવે દર ધૂળેટીના દિવસે સાંજે તમામના સાથ સહકારથી કરવામાં આવશે. તેમજ આવનાર રામનવમી તથા હનુમાન જયંતિનો ભવ્ય પ્રોગ્રામ ની ઉજવણીકરવામાં આવશે.

રિપોર્ટર અરવિંદભાઈ ખાંટ
મહિસાગર, કડાણા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image