કમોસમી માવઠાથી ખેડૂતોને થયેલ નુકસાનના વળતર અંગે માંગ. કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલને રજુઆત કરતા પ્રા.જે.એમ.તળાવીયા. - At This Time

કમોસમી માવઠાથી ખેડૂતોને થયેલ નુકસાનના વળતર અંગે માંગ. કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલને રજુઆત કરતા પ્રા.જે.એમ.તળાવીયા.


કમોસમી માવઠાથી ખેડૂતોને થયેલ નુકસાનના વળતર અંગે માંગ.

કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલને રજુઆત કરતા પ્રા.જે.એમ.તળાવીયા.

અમરેલી : ગુજરાત રાજ્યમાં કોઈકને કોઈક વિસ્તારમાં પવન સાથે કમોસમી વારસાદ (માવઠું) પડ્યો છે. જેના કારણે ખેડૂતો બેહાલ થયા છે. ઉનાળુ પાકનું વાવેતર જેમ કે; મગ, અડદ, તલ, જુવાર, બાજરી અને ચીકુ - કેરી - દાડમ - પપીયા - કેળાં જેવા ફળફળાદી રોકડીયા પાકને ભારે નુકશાન થયું છે. ઉપરાંત માર્કેટિંગ યાર્ડમાં વેચવા લવાયેલ તૈયાર માલને પણ નુકશાન થયું છે. ખેડૂતો બેહાલ થઈ ગયા છે. આવા સમયમાં રાજ્ય સરકારે ત્વરિત ધોરણે ખેડૂતોને થયેલ નુકસાનનો સર્વે કરાવી ખેડૂતોને સહાય કરવી આવશ્યક છે. તેમજ પાક વીમો મંજુર કરાવી વીમા - વળતર રકમ સત્વરે અપાવવા કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલને પત્ર પાઠવી ભા.જ.પ. અગ્રણી પ્રા.જે.એમ.તળાવીયાએ રજુઆત કરી છે. તેમણે આ પત્રની નકલ પુરુષોત્તમભાઈ રૂપાલા, નારણભાઇ કાછડીયા અને કૌશિકભાઈ વકરીયાને પાઠવી છે.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.