હળવદ સૌપ્રથમવાર વાણંદ ચોવીસી આયોજિત સમૂહ લગ્ન સમારોહ યોજાયો. - At This Time

હળવદ સૌપ્રથમવાર વાણંદ ચોવીસી આયોજિત સમૂહ લગ્ન સમારોહ યોજાયો.


વાણંદ સમાજની 11 દીકરીઓ પ્રભુતામાં પગલાં.નવદંપતિને આશિર્વચન આપવા અનેક સંતો મહંતો મહાનુભાવો અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા.

હળવદ તાલુકા વાણંદ ચોવીસી દ્વારા સૌપ્રથમવાર 11 દીકરીઓના સમૂહ લગ્ન સમારંભનો ભવ્ય આયોજન કરવામાં આવ્યું..
આ સમુહ લગ્નમાં વિવિધ અવસરો મંડપ મુહત ,જાન આગમન, ભોજનસમારંભ, સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા

આ પ્રસંગે સુરેન્દ્રનગર જીલ્લા સાસદ ચંદુભાઈ શિહોરા સહિત અનેક સંતો મહંતો ઉપસ્થિત રહ્યા..

દીપ પ્રાગટ્ય રૂષી દાસજી મહારાજ મહંત શ્રી લીંબોચી ભવાની મંદિર- વઢવાણના હસ્તે કરવામાં આવ્યું હતું.

સમુહલગ્ન મહોત્સવ માં
રસિકભાઈ કરસનભાઈ બજાણીયા પ્રમુખશ્રી ઝાલાવાડ એજ્યુકેશન ટ્રસ્ટ (ભામાશા) નટુભાઈ નાગજીભાઈ બજાણીયા અધ્યક્ષ સમુલગન સમિતિ, ધીરુભાઈ ગોરધનભાઈ લાધણોજા -પ્રમુખ હળવદ વાણંદ ચોવીસી સહિતના જ્ઞાતિના આગેવાનો સમાજ શ્રેષ્ઠિઓ ઉપસ્થિત રહ્યા હતા

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા હળવદ તાલુકા વાણંદ ચોવીસી તેમજ યુવક મંડળના યુવાનો દ્વારા ભારે જેહમત ઉઠાવવામાં આવી હતી

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.