સુરેન્દ્રનગર જિલ્લાના જોબાળા ગામે બે ભાઈઓ ઉપર જીવલેણ હુમલો એક જ સમાજના લોકોએ હુમલો કરતા ચકચાર
બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
ઈજાગ્રસ્ત લોકોને સુરેન્દ્રનગર TB હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા,
હુમલામાં ભોગ બનનાર લોકોનું કવરેજ કરવા ગયેલા મિડીયા કર્મીઓને હોસ્પિટલના મેનેજમેન્ટે ઈનકાર કરતા રોષ
હુમલાખોરોએ હવામાં ફાયરિંગ અને તલવાર, ધારીયા, ફરશી, છરી, તેમજ લોખંડના પાઈપ સહિતના ઘાતક હથિયારો વડે તુટી પડીયા,
સુરેન્દ્રનગર શહેરમાં અને જિલ્લામા કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ દીન દહાડે કથળતી જઈ રહી છે અને છાસવારે મારામારી, હુમલો, અને હત્યાના બનાવોની સંખ્યામાં નોંધપાત્ર રીતે વધારો થવા પામ્યો છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના જોબાળા ગામે અગાઉ થયેલ ઝઘડાનુ મનદુઃખ રાખી એકજ જ્ઞાતિના બે પરિવાર વચ્ચે સામાન્ય બાબતે મારામારીની ઘટના બનતા ચકચાર મચી જવા પામી છે તેમજ જ્યારે હુમલામાં ભોગ બનનાર યુવકોના ગરીબ પરિવારને ન્યાય મળે તે હેતુથી તેમનું કવરેજ કરવા ગયેલા મિડીયા કર્મીઓને હોસ્પિટલના સંચાલકોએ કવરેજ કરવાનો અને વિડીયો ઉતારવાનો ઇનકાર કરતા પત્રકાર જગતમાં રોષની લાગણી વ્યાપી જવા પામી છે તેમજ ગરીબ માણસોને ન્યાય માટે જાઉ તો જાઉ કયા તેવો ઘાટ સર્જાયો છે ગરીબ માણસોનુ કોણ ડોક્ટર તંત્ર ટીકમેન મામલે સરખો જવાબ આપતું નથી અને બીજી બાજુ કાકા દાદાના ભાઈઓ ઉપર જીવલેણ હુમલો થયો હોવા છતાં પોલીસ તંત્ર એક્શન મોડમાં આવતું નથી આ મામલે ઉચ્ચ કક્ષાના અધિકારીઓ ગંભિર બાબત સમજી ધ્યાન આપે તેવી ઈજાગ્રસ્ત પુત્રના પિતાની લાગણી અને માંગણી છે અને તેમની વેદના મિડીયા કર્મીઓ સામે ઠાલવી છે વધુ વિગત મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના જોબાળા ગામે એક જ સમાજના બે પરિવાર વચ્ચે ઉકરડા બાબતે અગાઉ મારા મારીની ઘટના બની હતી જેનું મનદુઃખ રાખી એક જુથના આરોપીઓએ તમંચા વડે ફાયરિંગ કરી અને તલવાર, ફરશી, ધારીયા, તેમજ છરી અને લોખંડના પાઈપ વડે હુમલો કરતા કાકા દાદાના બે ભાઈઓને ગંભિર ઈજા પહોંચતાં ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે સુરેન્દ્રનગર શહેરની સી.યુ.શાહ મેડિકલ કોલેજ ટીબી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા આ હુમલાની ધટનામાં બે વ્યક્તિને ગંભીર ઈજાઓ કરવામાં આવી હોય તેની જાણ ઈજાગ્રસ્ત વ્યક્તિના પિતાએ મોબાઈલ કોલ કરી પત્રકારોને બોલાવ્યા હતા તેથી પત્રકારો ઈજાગ્રસ્ત લોકોનું કવરેજ માટે ગયા હતા ત્યારે પહેલા સિક્યુરિટીના લોકોએ પત્રકારોને રોક્યા ત્યારે પત્રકારો છીએ અને કવરેજ કરવા માટે આવ્યા છીએ તેમ કહેતા અંદર પ્રવેશ આપવામાં આવ્યો હતો પરંતુ જ્યારે પત્રકારો ઈજાગ્રસ્ત વ્યક્તિઓના બેડ પાસે પહોંચીને વાતચીત કરતા હતા ત્યારે સિક્યુરિટીના સ્ટાફના સુપરવાઇઝર આવીને પત્રકારોને બહાર કાઢવામાં આવ્યા અને કહ્યું કે અંદર આવવાની પરમિશન લઈને આવો ત્યારે પરમિશન અંગે બબલાણી ભાઈને અનેક કોલ કરવામાં આવ્યા હતા પણ કોલ રીસીવ કરવામાં ન આવ્યા હતા ત્યારબાદ ફરીવાર બબલાણી ભાઈને કોલ કરતા વાતચીત થતા કહ્યું કે ડીન ગઢવી મેડમ છે તેઓને રૂબરૂ મળી લો ડીન ગઢવી મેડમની મુલાકાત લેવામાં આવી હતી અને તેઓએ પત્રકારોને કહ્યું કે અમારા હોસ્પિટલના મેઈન અધિકારી ગુપ્તાને મળી લો થોડીવાર રાહ જોયા બાદ ગુપ્તાનો સંપર્ક થતા તેઓએ કહ્યું કે અમો કોઈને વિડીયો શુટીંગ તેમજ કવરેજ કરવા દેતા નથી તેમજ અમોએ હાલમાં હોસ્પિટલમાં કેટલાક નિયમો બનાવ્યા છે તેમાં આ મુદ્દાનો સમાવેશ હોવાથી હાલ પત્રકારોને વિડિયો કે કવરેજ કરવાની પરમિશન નહીં આપીએ તેથી પત્રકારોએ ગુપ્તાને કહ્યું કે અમોને કયા નિયમો હેઠળ કવરેજ કરવાની મનાઈ કરી રહ્યા છો તો ગુપ્તાએ કહ્યું કે નિયમો અમારા ટ્રસ્ટ અને હોસ્પિટલના છે તેથી નિયમો અંગેની વાતચીત ચાલતી હતી ત્યારબાદ ગુપ્તા દ્વારા પત્રકારોને ઉંચા અવાજે બોલી હિટલરશાહી દેખાડવાના પ્રયાસો કરવામાં આવ્યા હતા એક વાત એ પણ જણાવી દઈએ કે ટી.બી. હોસ્પિટલ કે સી.યુ.શાહ હોસ્પિટલનો ભૂતકાળ ભૂલી ન જતા જે ઘટનાઓ,બનાવોઓ તેમજ દર્દીઓની હાલતો, મેડિકલ ફ્રી,મેડિકલ લાંચ સહિતના અનેક મુદ્દાઓ જિલ્લામાં જાગૃત લોકોના મોઢે ચડી ચૂક્યા છે જે લોકો કાચના મકાનમાં રહેતા હોય છેને તે બીજાના મકાન ઉપર પથ્થર ફેંકતા નથી બીજી વાત એ પણ જણાવી દઈએ ગુપ્તાએ શરૂઆત ધીમી ગતિએ કરી હતી પણ જ્યારે અસલી મુદ્દા ઉપર પત્રકારોએ સવાલો કર્યા ત્યારે ગુપ્તાએ મગજનું સ્ટેરીંગ ગુમાવી દીધું હોય તેવી રીતે પત્રકારો સાથે વર્તન કરવામાં આવતા પત્રકાર જગતમાં રોષની લાગણી વ્યાપી જવા પામી હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.