બોટાદ જિલ્લામાં ‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત લાઠીદડ ખાતે સ્વ સહાય જૂથની બહેનો સાથે “સખી ટોક શો” યોજાયો - At This Time

બોટાદ જિલ્લામાં ‘સ્વચ્છતા હી સેવા’ અંતર્ગત લાઠીદડ ખાતે સ્વ સહાય જૂથની બહેનો સાથે “સખી ટોક શો” યોજાયો


(અસરફ જાંગડ દ્વારા)
બોટાદ જિલ્લામાં સ્વચ્છતા હી સેવા અંતર્ગત મિશન મંગલમ અને "સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ" યોજનાના સંકલન દ્વારા ગ્રામ્ય કક્ષાએ ક્લસ્ટર લેવલ ફેડરેશન લાઠીદડ ખાતે સ્વ સહાય જૂથની બહેનો સાથે સખી ટોક શોનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં બહેનોને સ્વચ્છતા અંગે જાગૃત કરવા માટે સંવાદ યોજવામાં આવ્યો હતો. આ તકે સ્વચ્છ ભારત મિશન ગ્રામીણ યોજના અને મિશન મંગલમ્ યોજનાના જિલ્લા અને તાલુકાના કર્મચારીઓ દ્વારા સ્વસહાય જૂથની બહેનોને સ્વચ્છતા સહિત વર્મી કંપોસ્ટ અને પશુ શેડની સ્વચ્છતા અંગે વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. આ ઉપરાંત કૃષિ સખી, પશુ સખી સહિતની મહિલાઓ સખી ટોક શોમાં જોડાયા હતા, અને વિસ્તૃત માહિતીનું આદાન-પ્રદાન કર્યું હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.