અમદાવાદ રેલ્વે ની હદમાંથી સોનાના દાગીના, રોકડ સહિત પર્સની ચોરી કરતી મહિલાઓને પકડી પાડતી (G.R.P) અમદાવાદ રેલ્વે પોલીસ, ગુજરાત. - At This Time

અમદાવાદ રેલ્વે ની હદમાંથી સોનાના દાગીના, રોકડ સહિત પર્સની ચોરી કરતી મહિલાઓને પકડી પાડતી (G.R.P) અમદાવાદ રેલ્વે પોલીસ, ગુજરાત.


મા.સુ.શ્રી.પરીક્ષિતા રાઠોડ સાહેબ, ઇ.ચા.અધિક પોલીસ મહાનિર્દેશક,(રેલ્વેઝ) ગુજરાત રાજય, અમદાવાદ નાઓએ અમદાવાદ રેલ્વે પોલીસ સ્ટેશનમા બનતા મિલ્કત સબંધી ગુનાઓ શોધી કાઢવા તથા બનતા ગુનાઓ અટકાવવા સારૂ આપેલ સુચનાઓ અનુસંધાને I/C પો.ઇન્સ શ્રી જે.એલ રાઓલ, ૫.રે. અમદાવાદ નાઓ ને મળેલ સૂચનાઓ ને આધારે જરૂરી માર્ગદર્શન હેઠળ ચોરીના સમયના C.C.TV ફુટેજ ની તબક્કાવાર ચકાસણી કરી શકમંદ મહિલાના ફુટેજ મેળવી અંગત બાતમીદારોથી ચોક્કસ બાતમી મેળવી આરોપીને પકડી પાડી તેની પાસેથી સોનાના દાગીના તેમજ રોકડ રકમ રૂપિયા ૧,૫૦,૦૦૦/- સહીત કુલ કિંમત રૂપિયા ૧૪,૮૩, ૩૩૪/- નો મુદામાલ અમદાવાદ રેલ્વે પોલીસ. સ્ટેશન ગુના ના કામે કબજે કરી તથા અન્ય સોનાની ચેઇન તથા મો. ફોન કિં રૂ.૫૩, ૩૯૪/- નો મુદામાલ C.R.P.C કલમ ૧૦૨ મુજબ કબ્જે કરી કુલ કિંમત રૂપિયા ૧૫,૩૬, ૭૨૮/- ના મુદ્દામાલ આધારે અમદાવાદ રેલ્વે પોલીસ સ્ટેશનના ગુનાનો ભેદ ઉકેલવામાં આવેલ છે,

આરોપી :-

(૧) અશા વા/ઓ સુરેશભાઇ જાતે.માવી ઉ.વ.૨૫ ધંધો.મજુરી હાલ રહે. કાચા છાપરામાં માધવ રેસીડન્સી સામે વિશ્વકર્મા રોડ ચાંદલોડીયા અમદાવાદ, મુળરહે. ગામ જાદા ખેરીયા હાઇસ્કુલ ફળીયુ તા.લીમખેડા જી. દાહોદ,

(૨) શારદા વા/ઓ મસુ જાતે.ભાંભોર ઉ.વ.૩૦ ધંધો.મજુરી હાલ રહે. કાચા છાપરામાં માધવ રેસીડન્સી સામે વિશ્વકર્મા રોડ ચાંદલોડીયા અમદાવાદ, મુળરહે. ગામ જાદા ખેરીયા હાઇસ્કુલ ફળીયુ તા.લીમખેડા જી. દાહોદ.

ગુના ની મોડસ ઓપરેન્ડી :-

સદર આરોપી મહિલાઓ એકબીજાની મદદથી રેલ્વેમાં મુસાફરી દરમ્યાન કે પ્લેટફોર્મ ઉપર મહિલા મુસાફરને ધેરી લઇ તેની નજર ચુકવી તેઓની પાસે રહેલ લેડીઝ પર્સમાં થી કિંમતી સરસામાન ચોરી કરવાની (માનસિકતા) M.O ધરાવે છે,

શોધી કાઢવામા આવેલ ગુના ની વિગત :-

(૧) એ-પાર્ટ ગુ.ર.નં.૧૧૯૯૪૦૦૧૨૩૦૮૧૧/૨૦૨૩ ઇ.પી.કો કલમ ૩૭૯,૧૧૪ મુજબ કબ્જે કરેલ મુદામાલ સોનાના દાગીના તથા રોકડ રકમ તથા મો.ફોન નંગ - ૦૧ મળી કુલ કિ.રૂ.૧૫,૩૬, ૭૨૮/-ની મતાનો મુદામાલ,

કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મચારી :-

(૧)I/C પો.ઇન્સ.જે.એલ.રાઓલ (૨)HC-વલ્લભભાઇ રાધવભાઇ
(૩)HC-દર્શિતકુમાર નાનજીભાઇ
(૪)HC-મહેન્દ્રસિંહ મનુભા
(૫)HC-સુનીલ ગોવીંદભાઇ
(૬)PC જીતેન્દ્રકુમાર ચંન્દ્રકાંત
(૮)WPC સ્વેતાબેન બકુલભાઇ

Report by :- Keyur Thakkar

Ahmedabad


9879218574
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.